Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : This 'banana lassi' will cure fatigue and heat

Recipe: થાક અને ગરમીને મટાડશે આ 'કેળાની લસ્સી': એનર્જી બૂસ્ટર ડ્રિંક ઘરે બનાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: થાક અને ગરમીને મટાડશે આ 'કેળાની લસ્સી': એનર્જી બૂસ્ટર ડ્રિંક ઘરે બનાવવાની રીત
સોર્સ : gstv

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે શરીરને ઠંડકની જરૂર હોય, ત્યારે બહારના ભેળસેળ પીણાં પીવાને બદલે ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી કેળાની લસ્સી. આ લસ્સી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તે પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

App Store

કેમ આ લસ્સી બેસ્ટ છે?

બનાના શેકનો આ એક ઉત્તમ વિકલ્પ છે.
ઉનાળામાં બાળકોને આ લસ્સી પીરસવાથી તેમનું એનર્જી લેવલ જળવાઈ રહેશે.
દહીં અને કેળાનું મિશ્રણ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને પેટને ઠંડક આપવામાં મદદ કરે છે.

જરૂરી સામગ્રી

  • કેળા: 2 નંગ
  • તાજું દહીં: 2 કપ
  • ખાંડ અથવા મધ: સ્વાદ મુજબ
  • એલચી પાવડર: 1/2 ચમચી
  • બરફના ટુકડા: જરૂર મુજબ
  • ડ્રાય ફ્રૂટ્સ: બદામ, પિસ્તા
  • કેસર અને ક્રીમ

બનાવવાની રીત

  • સૌથી પહેલા કેળાની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો. જો તમારે લસ્સી વધારે ઘટ્ટ અને ઠંડી બનાવવી હોય, તો કેળાના ટુકડાને 15-20 મિનિટ ફ્રીઝરમાં મૂકી રાખો.
  • હવે એક મિક્સર જાર અથવા બ્લેન્ડરમાં કેળાના ટુકડા, તાજું ઘટ્ટ દહીં, ખાંડ અથવા મધ, એલચી પાવડર અને બરફના ટુકડા ઉમેરો.
  • આ મિશ્રણને ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી તે એકદમ સુંવાળું ન થઈ જાય. ખાસ ધ્યાન રાખવું કે તેમાં કેળાના મોટા ટુકડા ન રહી જાય.
    તૈયાર થયેલી ઘટ્ટ લસ્સીને એક ઊંચા કાચના ગ્લાસમાં રેડો.
  • તેની ઉપર બારીક સમારેલા બદામ અને પિસ્તા ભભરાવો.
    વધુ રિચ સ્વાદ માટે ઉપર એક ચમચી તાજી ક્રીમ અને કેસરના તાંતણા ઉમેરી શકો છો.
  • જો લસ્સી હજુ વધુ ઠંડી જોઈતી હોય, તો પીરસતા પહેલા તેને 10 મિનિટ ફ્રિજમાં રહેવા દો.