Recipe : ટેસ્ટી રાજમા પુલાવ વધારશે ડિનરનો સ્વાદ, આ સરળ રેસિપીને ટ્રાય કરો

રાજમાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ઘણાને રાજમાનું શાક પસંદ આવતું નથી. એવામાં રાજમા પુલાવ એક સારો વિકલ્પ છે. તેને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. રાજમા પુલાવનો સ્વાદ પણ એકદમ લાજવાબ હોય છે અને બાળકો સહિત ઘરના તમામ સભ્યોને તેના ન્યૂટ્રીશન્સ પણ મળી જાય છે. જો તમે પણ દરરોજ દાળ-ભાત ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વીકેન્ડ રાજમા પુલાવ ટ્રાય કરો. અહીં જાણી લો તેની સરળ રેસિપી.
રાજમા પુલાવ બનાવવા માટેની સામગ્રી
1/2 કપ રાજમા
1/2 કપ બાસમતી ચોખા
1 તમાલપત્ર
3 લવિંગ
2-3 લીલી એલચી
1 ઈંચનો તજનો ટુકડો
1/2 ચમચી જીરું
1 ઈંચનો આદુનો ટુકડો
6-7 લસણની કળી
2 લીલા મરચાં
સમારેલી ડુંગળી
બારીક સમારેલી કોથમીર
3 ચમચી તેલ
2 કપ પાણી
1/4 ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી ધાણાજીરું પાવડર
1/2 ચમચી લીંબુનો રસ
સ્વાદ મુજબ મીઠું
રાજમા પુલાવ બનાવવાની રીત
રાજમા પુલાવ બનાવવા માટે રાજમાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને કૂકરમાં લગભગ 10 મિનિટ સુધી ઉકાળો.
ચોખાને અડધો કલાક પલાળી રાખો અને આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરો.
કૂકરમાં તેલ રેડો અને તેમાં તમાલપત્ર, લીલી એલચી, કાળી એલચી, તજ, જીરું અને લવિંગ જેવા મસાલા ઉમેરો.
તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ સારી રીતે સાંતળો.
બધા સૂકા મસાલા ઉમેરો અને બાફેલા રાજમા ઉમેરો.
તેમાં મીઠું નાખો અને પછી ચોખાને ધોઈને પાણી નિતારી લો.
હવે લીંબુનો રસ ઉમેરો અને રાજમા પુલાવને 2-3 સીટી વગાડી પકાવો.
હવે પ્રેશર કૂકર ખોલ્યા બાદ પુલાવને સારી રીતે હલાવી લો અને ઉપર લીલા ધાણા ઉમેરો.
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર રાજમા પુલાવ, તેને ચટણી અથવા દહીની સાથે ખાવ.

