Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : How to make delicious amla chutney

Recipe : આમળાની મજેદાર ચટણી આ રીતે બનાવો, સ્વાદ એવો આવશે કે વારંવાર ખાવાનું મન થશે

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : આમળાની મજેદાર ચટણી આ રીતે બનાવો, સ્વાદ એવો આવશે કે વારંવાર ખાવાનું મન થશે
સોર્સ : Gstv

શિયાળામાં આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આમળામાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કેટલાક લોકોને આમળા સ્વાદે ખાટા લાગતા હોવાથી તેને ખાવાનું ટાળે છે. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે આમળાની ચટણી બનાવી શકાય તે જાણીશું.

App Store

આમળામાં વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા પોષકતત્વો હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં, આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આમળાની ચટણી બનાવવા માટે કેટલીક વસ્તુઓની જરુર પડશે.

આમળાની ચટણી બનાવવા માટે લીલા ધાણા, આમળા, કાળા મરી, હિંગ, જીરું, મીઠું, લીલા મરચા સહિતની વસ્તુઓની જરુર પડશે. સૌથી પહેલા ચટણી બનાવવા માટે આમળા, લીલા મરચા, લીલા ધાણા ચોખ્ખા પાણીથી ધોઈ લો. જેથી તેમાંથી માટી સાફ થઈ જાય.

હવે આમળાને ધોયા પછી અંદરથી બીજ કાઢીને અલગ કરો અને આમળાને નાના ટુકડામાં કાપી લો. તમે કોથમીર પણ કાપી લો. જ્યારે કોથમીરની જાડી ડાળીને પાછળથી કાપી લો. બાકીનું બધું જ મિક્સરમાં પીસી લો.

ત્યારબાદ કોથમીર , આમળાના ટુકડા, લીલા મરચા, જીરું, કાળા મરી અને થોડું પાણી ઉમેરી તેને સારી રીતે પીસી લો. ધ્યાન રાખો બધી જ સામગ્રી સારી રીતે પીસાઈ જાય.

હવે તમે આ મજેદાર ચટણીની હવાચુસ્ત વાસણમાં સ્ટોર કરી શકો છો. તેમજ પરાઠા, ભાખરી સાથે અથવા બ્રેડ સાથે ખાઈ શકે છે. જો તમને ગળી ચટણી પસંદ હોય તો તમે તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો.