Navratri Recipe / નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાને અર્પણ કરો બદામનો હલવો, આ રહી બનાવવાની રીત

સોર્સ : Google
નવરાત્રીના નવ દિવસ દરમિયાન, દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડાએ પોતાની ઉર્જાથી બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. તેથી, દેવીના આ સ્વરૂપનું નામ કુષ્માંડા રાખવામાં આવ્યું છે.
દેવી કુષ્માંડાને પીળો રંગ ખૂબ ગમે છે. તેથી, તેમને પીળી મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. તેથી, દેવીને અર્પણ કરવા માટે બદામનો હલવો એક સારો વિકલ્પ છે. મા કુષ્માંડાને શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ભક્તો માને છે કે આ પ્રસાદ દેવીને પ્રસન્ન કરે છે અને પરિવારને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યનો આશીર્વાદ આપે છે. ચાલો તમને બદામનો હલવો બનાવવાની સરળ રેસીપી જણાવી દઈએ.
સામગ્રી
- 1 કપ બદામ
- 2 કપ દૂધ
- જરૂર મુજબ ઘી
- 1 કપ ખાંડ (અથવા સ્વાદ મુજબ)
- 4-5 એલચીનો પાઉડર
- 8-10 કેસરના તાંતણા
- 8-10 કાજુ અને બદામની કતરણ (ગાર્નીશિંગ માટે)
બનાવવાની રીત
- સૌપ્રથમ, પાણીમાં પલાળેલી બદામની છાલ કાઢીને તેને થોડા દૂધ સાથે બારીક પીસી લો.
- હવે એક ભારે તળિયાવાળી કઢાઈમાં ઘી ગરમ કરો.
- હવે તેમાં બદામની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે શેકો.
- પેસ્ટ તળિયે ચોંટી ન જાય તે માટે સતત હલાવતા રહો.
- થોડા જ સમયમાં હલવો સોનેરી રંગનો થઈ જશે.
- આ પછી બાકી રહેલું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે ખાંડ ઉમેરો અને હલાવતા રહો.
- એકવાર ખાંડ ઓગળી જાય, પછી હલવો થોડો ચમકવા લાગશે.
- હવે એલચી પાવડર અને દુધમાં પલાળેલા કેસરના તાંતણા ઉમેરો. આ હલવાને તેની સુગંધ અને આકર્ષક રંગ આપશે.
- જ્યારે હલાવો ઘટ્ટ થઈ જાય, ત્યારે ગેસની આંચ બંધ કરો અને તેને સમારેલા કાજુ અને બદામથી ગાર્નીશ કરો.
- બદામનો હળવો તૈયાર છે. તેને પ્લેટમાં કાઢીને મા કુષ્માંડાને અર્પણ કરો. આ પછી તમે તેને પ્રસાદ તરીકે ખાઈ શકો છો.

