Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make your favorite festive sweet 'Rasmalai' at home

Recipe : તહેવારમાં ઘરે જ બનાવો મનપસંદ મીઠાઈ ‘રસમલાઈ’, આ રીતે બનશે ઝડપી અને ટેસ્ટી

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : તહેવારમાં ઘરે જ બનાવો મનપસંદ મીઠાઈ ‘રસમલાઈ’, આ રીતે બનશે ઝડપી અને ટેસ્ટી
સોર્સ : Google

દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ઘરમાં લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. દિવાળીમાં સ્વીટ વધારે બનતી હોય છે. સ્વીટ ખાવાની મજા કંઈક અલગ જ આવે છે. આમ, તમે મોહનથાળ, ઘૂઘરા જેવી અનેક રેસિપી ઘરે બનાવતા હશો. પરંતુ તમે આ વખતે રસમલાઈ ટ્રાય કરો. રસમલાઈ તમે આ રીતે ઘરે બનાવશો તો સ્પોન્જી અને સોફ્ટ બનશે. આ રસમલાઈ પરિવારનાં લોકો સાથે બેસીને ખાવાની પણ મજા આવશે. તો જાણો ઘરે કેવી રીતે રસમલાઈ બનાવશો.

App Store

સામગ્રી

  • બે લીટર દૂધ
  • એક ચમચી લીંબુનો રસ
  • એક કપ ખાંડ
  • ત્રણથી ચાર એલચી
  • કેસર
  • ગાર્નિશ માટે બદામ પિસ્તા

બનાવવાની રીત

  • રસમલાઈ બનાવવા માટે સૌ પ્રથમ પનીર બનાવો.
  • પનીર બનાવવા માટે એક લીટર દૂધ ગરમ કરી લો.
  • દૂધ ગરમ થઈ જાય એટલે થોડો-થોડો લીંબુનો રસ નાખો અને મિક્સ કરો.
  • હવે દૂધમાં બરાબર મિક્સ કરી લો.
  • આમ કરવાથી દૂધ ફાટી જશે.
  • ફાટેલા દૂધને એક કોટનનાં કપડામાં લઈ લો.
  • પછી એકથી બે કપ ઠંડુ પાણી નાખો.
  • આમ કરવાથી પનીર ઠંડુ થઈ જશે.
  • હવે કપડાને ચારેબાજુથી ગાંઠ વાળીને નીચોવી લો. આમ કરવાથી વધારાનું પાણી નીકળી જશે.
  • હવે માવાને બરાબર મસળી લો.
  • જ્યાં સુધી પનીર સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી એને સતત મસળતા રહો.
  • હવે માવામાંથી બોલ બનાવી દો.આ બોલ્સને હથેળીમાં દબાવીને શેપ આપી દો.

ચાસણી બનાવવા માટે

  • એક તારની ચાસણી બનાવવા માટે એક મોટું વાસણ લો અને એમાં પાણી લઈ લો.
  • આ પાણીમાં એક ચમચી ખાંડ, કેસર મિક્સ કરો.
  • ચાસણી ઘટ્ટ થઈ જાય એટલે બોલ્સ નાખીને 20 મિનિટ સુધી રહેવા દો.
  • નક્કી કરેલાં સમય પછી રસગુલ્લાને બન્ને હાથથી દબાવીને બીજા વાસણમાં લઈ લો.
  • એક લીટર દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધું ના થઈ જાય.
  • દૂધ ઘટ્ટ થઈ જાય એટલે બદામ અને એલચી પાવડર મિક્સ કરો.
  • હવે આ બોલ્સ નાખો.
  • 3 થી 4 કલાક માટે ફ્રિજમાં મૂકી દો.
  • તો તૈયાર છે ટેસ્ટી રસમલાઈ.