Recipe : જાળીદાર બાજરાના પુડલા બનાવવાની રીત, નાસ્તા માટે ઉત્તમ અને પૌષ્ટિક વાનગી

સોર્સ : Google
પુડલા કે ચીલા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે. તેમાય ગુજરાતી ઘરોમાં મોટે ભાગે ચણાના લોટના પુડલા બનતા હોય છે. પરંતુ આજે બાજરાના પુડલા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશું.
- બેસન (ચણાનો લોટ - એક વાટકી
- બાજરાનો લોટ- એક વાટકી (બેસન જેટલો જ)
- લીલા મરચાં-ત્રણ થી ચાર (મીડીયમ તીખાશવાળા)
- આદુ-છીણીને લીધેલું
- લીલા ધાણા- થોડાક
- કસુરી મેથી- થોડીક
- મીઠું- સ્વાદ પ્રમાણે
- હળદર-થોડીક
- ધાણાજીરું-નોર્મલ મસાલા
- તેલ- તેમજ ખીરામાં નાખવા માટે
- પાણી-જરૂર પ્રમાણે
- સફેદ તલ-થોડાક (આ ઓપ્શનલ છે)
બાજરાની પુડલા બનાવવાની રીત
- સૌપ્રથમ, બાજરાનો લોટ અને ચણાનો લોટ (બેસન) બેય ચારી લેવા. લોટને ચારીને જ વાપરવાનો (ભજીયા કે પુડલા બનાવવા માટે). આ રીતે કરવાથી લોટમાં જો કોઈ ગાંઠા હોય તો તે નીકળી જાય છે.
- હવે આ ચાળેલા લોટમાં સમારેલા લીલા મરચાં, લીલા ધાણા અને છીણેલું આદુ નાખી દેવું. આદુનો ટેસ્ટ સરસ આવે છે, એટલે થોડું વધારે આદુ નાખવાથી મસ્ત લાગે છે.
- ત્યારબાદ તેમાં કસુરી મેથી, થોડુંક તેલ, અને નોર્મલ મસાલા ઉમેરવા. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, અને ધાણાજીરું નાખવું.
- આ બધું મિક્સ કરી લેવું.
- પછી, જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવું. (પાણીનો અંદાજ આવે તે માટે વાટકી ભરીને પાણી લેવું).
- આ પુડલાનું ખીરું થોડુંક પાતળું હોય છે. આ રીતનું ખીરું બનાવવા માટે લગભગ એક વાટકી પાણીની જરૂર પડી શકે છે.
- પુડલા બનાવવાની રીત (Cooking Method)
- ગેસ ચાલુ કરીને તવીને થોડી ગરમ થવા દેવી.
- તવી ગરમ થઈ જાય, પછી તેને થોડુંક તેલથી ગ્રીસ કરી લેવી. તેલ બધી બાજુ લગાવી લેવું.
- હવે ગેસ એકદમ ધીમો કરી દેવો.
- ત્યારબાદ, જે સાઈઝના પુડલા બનાવવા હોય, તે સાઈઝનું ખીરું (એક ચમચો) તવી પર નાખવું.
- ખીરાને હાથથી ફેલાવી દેવું. ખીરું પાતળું રાખવાનું હોય છે.
- પુડલાને નીચેથી પકવા દેવું. આ દરમિયાન, ગેસ મીડીયમ રાખી શકાય છે.
- નીચેથી પાકતી વખતે, પુડલાની ઉપરથી થોડાક સફેદ તલ નાખવા. (નોંધ: તલ નાખવા કે નહીં તે વૈકલ્પિક/ઓપ્શનલ છે).
- પુડલાને ઉપરથી એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી નીચે ધીમો ગેસ રાખીને પાકવા દેવાનું.
- જ્યારે પુડલું કોરું થઈ જાય, ત્યારે તેને એકદમ આરામથી ફેરવી લેવું.
- હવે બીજી બાજુએ પકાવી લેવું. જરૂર પડે તો બીજી બાજુએ પણ થોડુંક તેલ નાખી દેવાનું.
- હવેબંને બાજુએ સરસ રીતે પકાવી લીધા પછી, પુડલાને પ્લેટમાં કાઢી લેવા.
આ રીતે બધા પુડલા બનાવી લેવા
પીરસવાની રીત (Serving Suggestion)
બેસન અને બાજરાના પુડલાને દહીં સાથે ખાઈ શકાય.
આ પુડલાને ચા સાથે પણ ખાઈ શકાય છે.

