Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make PM Modi's favorite paratha for breakfast

Recipe : બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ પરાઠા, જાણો રેસીપી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ પરાઠા, જાણો રેસીપી
સોર્સ : Google

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટનેસ અને સંતુલિત આહારની ઘણીવાર ચર્ચા થાય છે. 75 વર્ષની ઉંમરે પણ મોદીની તંદુરસ્તીનું રહસ્ય તેમના સ્વસ્થ આહારમાં રહેલું છે. મોદી ઘરે બનાવેલી દાળ અને શાકભાજી પસંદ કરે છે, અને તેમની પ્રિય વાનગીમાં એક ખાસ પ્રકારના પરાઠાનો સમાવેશ થાય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વસ્થ અને ઝડપથી તૈયાર પણ થાય છે. નોંધનીય છે કે મોદી ખાસ કરીને સરગવાના (અથવા ઢોલના પરાઠા) ના શોખીન છે, જેને તેઓ સુપરફૂડ કહે છે અને અઠવાડિયામાં બે કે ત્રણ વાર ખાવાનો આનંદ માણે છે. જો તમે આ મનપસંદ પરાઠા અજમાવવા માંગતા હો, તો તમે આ રેસીપી અનુસરી શકો છો.

App Store

સરગવો છે ખાસ

સરગવો જેને ડ્રમસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવો છોડ છે જેના પાંદડા અને શીંગો પોષણથી ભરપૂર હોય છે. સરગવાના પાંદડાઓમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીન હોય છે.

સરગવાના થેપલા બનાવવા માટેની સામગ્રી

  • 5 સરગવાની શીંગ
  • મીઠું
  • તલ
  • તેલ
  • હળદર
  • લાલ મરચુ પાવડર
  • ઘઉંનો લોટ
  • ધાણાજીરું
  • આદુ-મરચાની પેસ્ટ
  • કોથમરી
  • અજમો

સરગવાના પરાઠા બનાવવા માટેની રીત

  • સરગવાના શીંગની છાલ ઉતારી તેના એક એક ઈંચના ટૂંકડા કરી લો.
  • કૂકરમાં બે કપ પાણી, એક ચમચી મીઠું ઉમેરી આ સરવગાને બાફી લો.
  • બાફેલા સરગવાને પાણી મેશ કરી લો. પછી જાડી ગરણી મદદથી આ મિશ્રણને ગાળી લો.
  • આ પાણીમાં અજમો, તલ, લાલ મરચુ પાવડર, હળદર, ધાણાજીરું પાવડર,જરૂર મુજબ મીઠુ, હળદર, આદુ-મરચાની પેસ્ટ, સમારેલી કોથમરી, બે ચમચી તેલ ઉમેરી બધુ મિક્સ કરી લો.
  • હવે તેમા બે વાટકા ઘઉંનો લોટ ઉમેરી સરસ લોટ બાંધી લો. જરૂર પ્રમાણે લોટ અને પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • હવે તમને ગમે તે આકારમાં પરાઠાને વણી લો. પછી તવા પર તેલની મદદથી તેને શેકી લો. તો તૈયાર છે તમારા સરગવાના ટેસ્ટી પરાઠા કે સરગવાના થેપલા.