Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : How to make traditional Ukadiche Modak at home

Recipe : ઘરે આ રીતે બનાવો પરંપરાગત ઉકડીચે મોદક, સ્વાદિષ્ટ પ્રસાદથી બાપ્પા પણ થશે પ્રસન્ન

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : ઘરે આ રીતે બનાવો પરંપરાગત ઉકડીચે મોદક, સ્વાદિષ્ટ પ્રસાદથી બાપ્પા પણ થશે પ્રસન્ન
સોર્સ : Gstv news

ગણેશ ઉત્સવના શુભ પ્રસંગે ભગવાન ગણેશને ચઢાવવા માટે મોદક સૌથી પ્રિય માનવામાં આવે છે. ખાસ કરીને પરંપરાગત ઉકડીચે મોદકનું પોતાનું એક ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. તેનો મીઠો સ્વાદ અને નાળિયેર-ગોળ ભરણ ભગવાન ગણેશને પ્રસન્ન કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

App Store

જો તમે પણ આ ગણેશ ચતુર્થીના દિવસે ઘરે સ્વાદિષ્ટ અને પરંપરાગત મોદક બનાવવા માંગતા હો, તો ચિંતા કરશો નહીં. અહીં એક ખૂબ જ સરળ રેસીપી છે, જેને અનુસરીને તમે કોઈપણ મુશ્કેલી વિના સ્વાદિષ્ટ મોદક તૈયાર કરી શકો છો.

પરંપરાગત મોદક બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચોખાનો લોટ
  • 1 કપ પાણી
  • 1 ચમચી ઘી
  • એક ચપટી મીઠું

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ તાજુ નારિયેળ (છીણેલું)
  • 3/4 કપ ગોળ (છીણેલું)
  • 1/2  ચમચી એલચી પાવડર

1 ચમચી ઘી

સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરો

મોદક બનાવવા માટે, તમારે સૌપ્રથમ તેનું સ્ટફિંગ તૈયાર કરવું. આ માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં છીણેલું નારિયેળ અને ગોળ ઉમેરો. હવે તેને ધીમા તાપે ઓછામાં ઓછી 4-5 મિનિટ સુધી પકાવો. આ સમય દરમિયાન ગોળ સંપૂર્ણપણે ઓગળી જશે અને મિશ્રણ ઘટ્ટ થઈ જશે. જ્યારે મિશ્રણ સારી રીતે તૈયાર થઈ જાય, ત્યારે છેલ્લે તેમાં એલચી પાવડર ઉમેરો અને તેને ઠંડુ થવા દો.

હવે તેનો લોટ બનાવવાનો વારો આવે છે, તો સૌ પ્રથમ એક કડાઈમાં પાણી, ઘી અને મીઠું નાખીને ઉકાળો. તે ઉકળે કે તરત જ તેમાં ચોખાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દો, પછી જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે નરમ લોટ બાંધી લો.

આ પછી મોદક બનાવવાની તૈયારી કરો, તેથી તેના માટે લોટના નાના ગોળા બનાવી ને સ્ટફિંગને વચ્ચે મૂકો બરાબર બંધ કરો અને મોદકનો આકાર આપો. આ પછી મોદકને સ્ટીમર અથવા ઇડલી કૂકરમાં 10-12 મિનિટ માટે બાફવા દો. જ્યારે તે બફાઈ જાય, ત્યારે તેમાં ઘી લગાવો અને ભગવાન ગણેશને અર્પણ કરો.