Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make hotel-style Dum Aloo Shag in a cooker,

Recipe : કૂકરમાં બનાવો હોટલ જેવું દમ આલુનું શાક, વગર મહેનતે બનશે સ્વાદિષ્ટ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : કૂકરમાં બનાવો હોટલ જેવું દમ આલુનું શાક, વગર મહેનતે બનશે સ્વાદિષ્ટ
સોર્સ : Google

દમ આલુનું નામ આવતા જ મોંમા પાણી આવી જાય છે. દમ આલુ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. દમ આલુ એક એવી રેસિપિ છે જે બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ખૂબ ભાવે છે. દમ આલુ બનાવવામાં ટાઇમ અને મહેનત બન્ને વધારે થાય છે. પરંતુ તમે આ સ્ટાઇલથી કૂકરમાં દમ આલુ બનાવશો તો ઓછી મહેનતે ફટાફટ બની જશે. આ દમ આલુ સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બનશે. તો જાણો કૂકરમાં દમ આલુ બનાવવાની પરફેક્ટ રીત.

App Store

સામગ્રી

10થી 12 નાની સાઇઝનાં બટાકા

3 ટામેટા

અડધો કપ દહીં

એક ચમચી આદુ-લસણની પેસ્ટ

બે લીલા મરચા

બે ડુંગળી

અડધી ચમચી લાલ મરચુ

એક ચમચી ધાણાજીરું

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુંસાર મીઠું

3 મોટી ચમચી તેલ

ગાર્નિશિંગ માટે કોથમીર

બનાવવાની રીત

કૂકરમાં દમ આલુ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીને કૂકરમાં એક સીટી વગાડો.

કૂકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે એક પેનમાં થોડું તેલ મૂકો. આ તેલમાં બટાકાને સામાન્ય ફ્રાય કરો. આમ કરવાથી બટાકા ક્રિસ્પી બને છે.

કૂકરમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો.

તેલ ગરમ થઇ જાય એટલે આદુ-લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળી લો.