Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Recipe : આજે ટ્રાય કરો સરગવાના પરાઠા, નોંધી લો રેસિપી

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : આજે ટ્રાય કરો સરગવાના પરાઠા, નોંધી લો રેસિપી
સોર્સ : Google

સરગવાની કઢી અને શાક તો તમે ખાધું જ હશે. પણ સરગવાના પરાઠા એટલે કે સરગવાના થેપલા ટ્રાય કર્યા છે. થોડું નવું લાગ્યું પણ આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે સરગવાના પરાઠા કેવી રીતે બનાવવા. આરોગ્યની દ્રષ્ટીએ સરગવાનું સેવન સારુ છે.

App Store

સરગવાના પરાઠા બનાવવા માટેની સામગ્રી

5 સરગવાની શીંગમી

  • તલ
  • તેલ
  • હળદર
  • લાલ મરચુ પાવડર
  • ઘઉંનો લોટ
  • ધાણાજીરું
  • આદુ-મરચાની પેસ્ટ
  • કોથમરી
  • અજમો

સરગવાના પરાઠા બનાવવા માટેની રીત

સરગવાના શીંગની છાલ ઉતારી તેના એક એક ઈંચના ટૂંકડા કરી લો.

કૂકરમાં બે કપ પાણી, એક ચમચી મીઠું ઉમેરી આ સરવગાને બાફી લો.

બાફેલા સરગવાને પાણી મેશ કરી લો. પછી જાડી ગરણી મદદથી આ મિશ્રણને ગાળી લો.

આ પાણીમાં અજમો, તલ, લાલ મરચુ પાવડર, હળદર, ધાણાજીરું પાવડર,જરૂર મુજબ મીઠુ, હળદર, આદુ-મરચાની પેસ્ટ, સમારેલી કોથમરી, બે ચમચી તેલ ઉમેરી બધુ મિક્સ કરી લો.

હવે તેમા બે વાટકા ઘઉંનો લોટ ઉમેરી સરસ લોટ બાંધી લો. જરૂર પ્રમાણે લોટ અને પાણી ઉમેરી લોટ બાંધી લો.

હવે તમને ગમે તે આકારમાં પરાઠાને વણી લો. પછી તવા પર તેલની મદદથી તેને શેકી લો. તો તૈયાર છે તમારા સરગવાના ટેસ્ટી પરાઠા કે સરગવાના થેપલા.