Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Offer Makhana Barfi to Lord Shiva in Shravan maas

Recipe / શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરો મખાના બરફી, હેલ્ધી અને ટેસ્ટી છે આ મીઠાઈ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરો મખાના બરફી, હેલ્ધી અને ટેસ્ટી છે આ મીઠાઈ
સોર્સ : Google

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ અને પૂજા સાથે વિવિધ વસ્તુઓનો પ્રસાદ બનાવે છે. જો તમે પણ ભગવાન શિવને અર્પણ કરવા માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ કોઈ વસ્તુ બનાવવા માંગતા હો, તો મખાના બરફી અજમાવો.

App Store

મખાના કેલ્શિયમ, ફાઈબર અને એન્ટી-ઓકિસડન્ટથી ભરપૂર છે. આ રેસીપી માત્ર સ્વાદમાં જ સારી નથી પણ શરીરને દિવસભર ઉર્જાવાન પણ રાખે છે. તો ચાલો જાણીએ કે આ શ્રાવણમાં સ્વાદ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી મખાના બરફી કેવી રીતે બનાવવી.

સામગ્રી

  • 2 કપ મખાણા
  • 2 ચમચી ઘી
  • 1 કપ દૂધ
  • સ્વાદ મુજબ ખાંડ
  • 1/2 ચમચી એલચી પાવડર
  • બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ
  • ચાંદીનું વરખ

બનાવવાની રીત

  • મખાણા બરફી બનાવવા માટે, સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પેનમાં થોડું ઘી નાખો અને મખાણાને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
  • જ્યારે મખાણા ક્રિસ્પી થઈ પછી તેને ઠંડા કરીને મિક્સરમાં બરછટ પીસી લો.
  • હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં પીસેલા મખાણા ઉમેરો, તેને થોડું શેકો.
  • હવે તેમાં દૂધ ઉમેરો અને ધીમા તાપે હલાવતા રહો.
  • જ્યારે દૂધ થોડું સુકાઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને મિક્સ કરો.
  • આ પછી, તેમાં એલચી પાવડર તેમજ ડ્રાય ફ્રુટ્સ ઉમેરો અને મિશ્રણ પેનમાંથી નીકળવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહો.
  • હવે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખો અને સ્પેટ્યુલાની મદદથી સરખી રીતે ફેલાવો.
  • હવે તેને ડ્રાય ફ્રુટ્સ ઉમેરો અને ચાંદીના વરખથી ગાર્નીશ કરો.
  • જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે સેટ થઈ જાય, ત્યારે તેને ચોરસ આકારમાં કાપી લો.
  • સ્વાદિષ્ટ મખાના બરફી મહાદેવને અર્પણ કરવા માટે તૈયાર છે.