Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make these 3 kheer as a Bhog for Mother Ji on Navla Naurat

Recipe : નવલા નોરતમાં માતાજી માટે ભોગમાં બનાવો આ 3 ખીર, જાણો બનાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : નવલા નોરતમાં માતાજી માટે ભોગમાં બનાવો આ 3 ખીર, જાણો બનાવવાની રીત
સોર્સ : Google

નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ખાસ અવસર પર જો તમે માતાજીને ખીરનો ભોગ ધરાવવા માંગતા હો તો તમે માત્ર ચોખાની જ નહીં, પરંતુ મખાના અને સાબુદાણાની ખીરનો ભોગ પણ લગાવી શકો છો. અહીં આપેલી રેસિપી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં તમને જણાવીશું કે તમે ઘરે કઈ ત્રણ પ્રકારની ખીર બનાવી શકો છો અને માતાજીને ભોગ ચઢાવી શકો છો.

App Store

સાબુદાણાની ખીર

સામગ્રી:

સાબુદાણા - 1 કપ
દૂધ - 3 કપ
ખાંડ - 1/2 કપ
ઘી - 2 મોટા ચમચા
ઈલાયચી પાવડર - 1/2 ચમચી
બદામ અથવા પિસ્તા - 1/4 કપ

સાબુદાણાની ખીર બનાવવાની રીત

સાબુદાણાની ખીર બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને સારી રીતે સાફ કરી લો.
હવે તેને પાણીમાં ઓછામાં ઓછા 4 થી 5 કલાક માટે પલાળી રાખો.
જ્યારે સાબુદાણા નરમ થઈ જાય, ત્યારે તેમાંથી પાણી કાઢીને તેને ગાળી લો.
બીજી બાજુ એક પેનમાં દૂધ ઉકાળો અને તેમાં ખાંડ ઉમેરો.
હવે તે મિશ્રણમાં સાબુદાણા ઉમેરો અને 10 થી 15 મિનિટ સુધી પકાવો.
પછી ઈલાયચી પાવડર અને કેસર નાખીને ગરમાગરમ ખીર પીરસો.

ચોખાની ખીર

સામગ્રી:

ચોખા - 1 કપ
દૂધ - 4 કપ
ખાંડ - 1/2 કપ
ઈલાયચી પાવડર - 1/4 ચમચી
ઘી અથવા માખણ - 2 મોટા ચમચા
કાજુ, બદામ, અથવા પિસ્તા (વૈકલ્પિક)

ચોખાની ખીર બનાવવાની રીત

ચોખાની ખીર બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને સાફ કરી લો અને લગભગ 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
હવે એક પેનમાં દૂધ ઉકાળો અને સાથે જ તેમાં ચોખા પણ નાખી દો. હવે ચોખાને બરાબર ચડવા દો.
આ જ સમયે, તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
ત્યારબાદ ઘી અથવા માખણ ઉમેરો, આમ કરવાથી ચોખા એકબીજા સાથે ચોંટશે નહીં.
હવે ખીરને ઘટ્ટ થવા દો. પછી ગેસ બંધ કરીને નાના ટુકડાઓમાં કાપેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરો.

મખાનાની ખીર

સામગ્રી:

મખાના - 1 કપ
દૂધ - 2 કપ
ખાંડ - 1/2 કપ
ઘી - 2 મોટા ચમચા
બદામ અથવા કાજુ - 1/4 કપ

મખાનાની ખીર બનાવવાની રીત

હવે ઈલાયચી પાવડર ઉમેરો. તમારી મખાનાની ખીર તૈયાર છે.
સૌ પ્રથમ એક પેનમાં ઘી નાખીને મખાનાને શેકી લો. જ્યારે મખાના સોનેરી રંગના થઈ જાય, ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.
બીજી બાજુ, એક પેન લો અને તેમાં દૂધ નાખો.
હવે તેને સારી રીતે ઉકાળો. ખાંડ સારી રીતે ઓગળી જાય પછી તેને 5 થી 7 મિનિટ સુધી પકાવો.