Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Now make moong dal halwa in the recipe

Recipe : હવે ઘરે બનાવો મગની દાળનો હલવો, જાણી લો બનાવવાની સરળ રીત

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : હવે  ઘરે બનાવો મગની દાળનો હલવો, જાણી લો બનાવવાની સરળ રીત
સોર્સ : Google

મગની દાળનો હલવાનુ નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતુ હોય છે. આ એક એવી ભારતીય મિઠાઇ છે જેને ઘણીવાર ખાસ પ્રસંગોમાં બનાવાવમાં આવે છે. પરંતુ તેને બનાવવા માટે એટલો લાંબો સમય જાય છે બનાવવા માટે વિચારવુ પડે છે. કલાકો સુધી દાળ પલાળવી, પછી એને પીસવુ અને પછી ફરી તેને હલાવતા રહેવુ.પરંતુ હવે આ બધી ઝંઝટમાંથી મળશે મુક્તિ. અમે આપને એવી જાદુઇ રેસિપી બતાવવા જઇ રહ્યા છીએ.જેના કારણે આપ મિનિટોમાં મગની દાળનો હલવો બનાવી શકો છો. આવો જાણીએ એ રેસિપી વિશે.....

App Store

મગની દાળના હલવા માટેની સામગ્રી:

મગની દાળ– 1 કપ
દેશી ઘી – અડધો કપ
ખાંડ – અડધો કપ
દૂધ – અડધો કપ
ઇલાયચી પાઉડર – અડધી ચમચી
બારીક સમારેલા ડ્રાયફ્રૂટ (બાદામ, પિસ્તા)
કેસર – 4 થી 5 તીણા

મગની દાળનો હલવો બનાવવા ની રીત:

પ્રથમ સ્ટેપ:

મગદાળને સારી રીતે ધોઈ લો અને પછી કપડાં પર પાથરીને સુકવી લો જેથી તેમાંનું વધારાનું પાણી નીકળી જાય. હવે એક નોન-સ્ટિક પેનમાં દાળને ધીમી આંચે હલકી સોનરી થાય ત્યાં સુધી શેકી લો. પછી આ શેકેલી દાળ ઠંડી થવા દો અને તેને મિક્સીમાં થોડી દાણેદાર રીતે પીસી લો. બિલકુલ પાઉડર ન બનાવવું.

બીજો સ્ટેપ:

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં પીસેલી દાળ નાખો અને ધીમી આંચે સતત હલાવતા રહો અને શેકો. જ્યારે સારી સુગંધ આવવા લાગે અને રંગ સોનરી થવા લાગે, ત્યારે સમજવું કે દાળ યોગ્ય રીતે શેકાઇ ગઇ છે (આ પ્રક્રિયામાં લગભગ 5-7 મિનિટ લાગી શકે).

ત્રીજો સ્ટેપ:

બીજા વાસણમાં દૂધને હલકું ગરમ કરો. શેકાયેલી દાળમાં હવે ગરમ દૂધ અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો. ધ્યાન રાખવું કે ગઠ્ઠા ના પડે. હવે સતત હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ગાઢ ન થઈ જાય અને કડાઈના કિનારાથી અલગ થવા ન લાગે. હવે તેમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા ઉમેરો અને મિક્સ કરો. છેલ્લે સમારેલા સૂકા મેવાથી તેને ગાર્નિશ કરો.

તૈયાર છે તમારો ગરમાગરમ અને સ્વાદિષ્ટ મગની દાળનો હલવો. આ રીત પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછો સમય લે છે અને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે.

ટોપિક્સ:recipe gujaratirecipefoodgstv