Holi Special Recipe: હવે ઘરે જ બનાવો હલવાઈ જેવા પોચા અને જાળીદાર માલપુઆ

હોળીનો તહેવાર ફક્ત રંગો અને મજાનો જ નથી, પરંતુ આ દિવસે ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેનો સ્વાદ લોકોના હૃદયમાં છવાયેલો રહે છે. માલપુઆ પણ હોળી પર બનતી ખાસ વાનગીઓમાંની એક છે. તે રવો અને મેંદોમાંથી બનેલી પરંપરાગત મીઠી વાનગી છે. વરિયાળી અને એલચીની સુગંધ, દૂધનો રસ અને ખાંડની મીઠાશ માલપુઆને વધુ ખાસ બનાવે છે. માલપુઆ બનાવવાની રેસીપી સરળ છે.
રસદાર માલપુઆ બનાવવાની સામગ્રી
- મેંદો: 1 કપ
- રવો: અડધો કપ
- ખાંડ: અડધો કપ (અથવા સ્વાદ મુજબ)
- દૂધ: જરૂરિયાત મુજબ (ખીરું તૈયાર કરવા માટે)
- તાજી મલાઈ: 1 કપ
- કેળું: 1 નંગ (મેશ કરેલું)
- ડ્રાય ફ્રૂટ્સ: કાજુ, બદામ (ઝીણા સમારેલા) અને દ્રાક્ષ
- એલચી પાવડર: અડધી ચમચી
- વરિયાળી: 1 ચમચી (અધકચરી વાટેલી)
- તેલ અથવા ઘી: તળવા માટે
રસદાર માલપુઆ બનાવવાની રીત:
રસદાર અને ફૂલેલા માલપુઆ બનાવવા માટે સૌથી પહેલા તેનું ખીરું (બેટર) તૈયાર કરવું ખૂબ જરૂરી છે:
મિશ્રણ તૈયાર કરો: એક મોટા બાઉલમાં મેંદો, રવો અને ખાંડ લો.
મલાઈ ઉમેરો: તેમાં થોડી તાજી મલાઈ ઉમેરો, જેનાથી માલપુઆ એકદમ નરમ બનશે.
ખીરું બનાવો: હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરતા જાવ અને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો.
ધ્યાન રાખો: બધી વસ્તુઓને બરાબર મિક્સ કરો જેથી તેમાં લોટની ગાંઠો (Lumps) ન રહે.
રેસ્ટ આપો: આ તૈયાર થયેલા ખીરાને ઢાંકીને લગભગ ૩ કલાક માટે રહેવા દો. આમ કરવાથી રવો બરાબર ફૂલી જશે અને માલપુઆ એકદમ સોફ્ટ બનશે.
૩ કલાક પછી રવો બરાબર ફૂલી જશે અને ખીરું ઘણું ઘટ્ટ થઈ જશે. તેથી તેમાં થોડું દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે ખીરું થોડું ઘટ્ટ જ રાખવાનું છે.
હવે એક પાકેલું કેળું લો, તેને બરાબર મેશ કરી (મસળી) લો અને આ મિશ્રણમાં ઉમેરી દો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ જેવા કે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને દ્રાક્ષ પણ ઉમેરો. અદભૂત સુગંધ અને ફ્લેવર માટે તેમાં એલચી પાવડર અને થોડી વરિયાળી ખાસ ઉમેરવી.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. જો તમે ઈચ્છો તો તેલમાં સીધું ખીરું રેડીને પણ માલપુઆ બનાવી શકો છો.એકદમ પરફેક્ટ ગોળ આકાર જોઈએ છે, તેને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ ટ્રિકથી તમારા માલપુઆ એકદમ ગોળ અને ફૂલેલા તૈયાર થશે.

