Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : 'Neer Moru': This South Indian drink will cool the body even in the scorching heat

VIDEO/ Recipe- 'નીર મોરુ': ભયંકર ગરમીમાં પણ શરીરને ઠંડક આપશે આ સાઉથ ઇન્ડિયન ડ્રિંક 

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભીષણ ગરમી અને કાળઝાળ તડકામાં પોતાને ઠંડા રાખવા માટે આપણે બધા કોઈ ઠંડી અને તાજી વસ્તુની શોધમાં હોઈએ છીએ. આવા સમયે બજારમાં મળતા એરેટેડ ડ્રિંક્સ (સોડા-કોલ્ડ્રિંક્સ) કે પેક્ડ જ્યુસ ગરમીથી રાહત આપવાને બદલે નુકસાન વધારે પહોંચાડે છે.

App Store

જો તમે આ ઉનાળામાં કોઈ એવું નેચરલ અને પરંપરાગત ડ્રિંક શોધી રહ્યા છો જે મિનિટોમાં તૈયાર થઈ જાય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય, તો 'નીર મોરુ' તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. નીર મોરુ દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુનું એક ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત ડ્રિંક છે. 'નીર' નો અર્થ પાણી અને 'મોરુ' નો અર્થ છાશ થાય છે. આ એક પ્રકારની મસાલેદાર પાતળી છાશ છે. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસીપી અને ઉનાળામાં તેના અદભુત ફાયદા.

નીર મોરુ બનાવવાની સરળ રેસીપી

સામગ્રી:

દહીં: 1 કપ (તાજું અને ઘટ્ટ)

પાણી: 2 થી 3 કપ (ઠંડુ)

લીલા મરચાં: 1 (ઝીણું સમારેલું અથવા વાટેલું)

આદુ: 1/2 ઈંચનો ટુકડો (છીણેલું)

મીઠો લીમડો (કઢી પત્તા): 5-6 (ઝીણા સમારેલા)

લીલા ધાણા: 2 ચમચી (ઝીણા સમારેલા)

હિંગ: એક ચપટી

મીઠું અથવા સંચળ (કાળું મીઠું): સ્વાદ અનુસાર

બર્ફના ટુકડા: ઈચ્છા મુજબ

બનાવવાની રીત:

સૌથી પહેલા એક મોટા વાસણમાં એક કપ તાજું દહીં લો અને તેને વલોણી (વ્હિસ્કર) ની મદદથી સારી રીતે ફેંટી લો, જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન રહે.

હવે તેમાં 2 થી 3 કપ ઠંડુ પાણી ઉમેરો અને ફરીથી વલોવો. નીર મોરુની ખાસિયત તેનું પાતળું હોવું છે, તેથી પાણીનું પ્રમાણ સારું રાખવું.

આ પાતળી છાશમાં છીણેલું આદુ, ઝીણું સમારેલું લીલું મરચું, મીઠો લીમડો, લીલા ધાણા, હિંગ અને મીઠું ઉમેરો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તમે ઇચ્છો તો તેને સર્વ કરતાં પહેલાં અડધા કલાક માટે ફ્રિજમાં રાખી શકો છો, જેથી બધા મસાલાનો ફ્લેવર છાશમાં સારી રીતે બેસી જાય. હવે તેને ગ્લાસમાં કાઢો, બરફ ઉમેરો અને ઠંડી-ઠંડી નીર મોરુની મજા લો.

જો તમે ઈચ્છો તો, તેમાં રાઈ અને મીઠા લીમડાનો હળવો વઘાર પણ કરી શકો છો.

ઉનાળામાં નીર મોરુના ફાયદા

ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ: અતિશય ગરમીમાં પરસેવા દ્વારા શરીરનું પાણી અને જરૂરી ક્ષાર બહાર નીકળી જાય છે. નીર મોરુ શરીરમાં પાણીની અછતને દૂર કરે છે અને સોડિયમ તથા પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક: દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ અને તેમાં ઉમેરેલા આદુ તથા હિંગ પાચનક્રિયાને સુધારે છે. ઉનાળામાં થતી એસિડિટી, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાથી આ તુરંત રાહત આપે છે.

શરીરને અંદરથી રાખે છે ઠંડુ: નીર મોરુની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. તડકામાંથી આવ્યા પછી એક ગ્લાસ નીર મોરુ પીવાથી શરીરનું વધેલું તાપમાન તરત જ ઓછું થાય છે અને હીટ સ્ટ્રોક (લૂ લાગવી) નું જોખમ ટળી જાય છે.