Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make hot bread pakodas at home with evening tea; everyone will praise you.

Recipe: સાંજે ચા જોડે ઘરે જ બનાવો ગરમાગરમ બ્રેડ પકોડા; નોંધી લો રેસિપી

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: સાંજે ચા જોડે ઘરે જ બનાવો ગરમાગરમ બ્રેડ પકોડા; નોંધી લો રેસિપી
સોર્સ : GSTV

સાંજે ભૂખ લાગે ત્યારે કંઈક સ્પેશિયલ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં લોકો સાંજના સમયે બ્રેડ પકોડા ખાવાનું પસંદ કરે છે. અંદરથી મસાલેદાર સ્ટફિંગ અને બહારનું ક્રિસ્પી પડ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવાર ઘરે બ્રેડ પકોડા બનાવતી વખતે બહારનું પડ પોચું (સોગી) થઈ જાય છે, જેના લીધે પકોડા ખાવાની મજા બગડી જાય છે. અમે તમને અહીં એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમારા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બનશે.

App Store

બટાકાનું મસાલેદાર સ્ટફિંગ આ રીતે બનાવો

બ્રેડ પકોડા માટે તેનું સ્ટફિંગ સૌથી મહત્વનું છે. બટાકામાં ચટણી અને મસાલા ઉમેરીને ચટપટું ફીલિંગ તૈયાર કરવામાં આવે છે, જેને બ્રેડમાં ભરીને પકોડા તળાય છે. બજાર જેવા બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાને છોલીને બરાબર મેશ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, લસણ-મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી આમચૂર પાવડર અને આખું જીરું ઉમેરીને બટાકામાં બરાબર મિક્સ કરી લો.

બેસનનું ખીરું

બ્રેડ પકોડા માટે બેસનનું ખીરું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખીરું જેટલું સારું હશે, બ્રેડ પકોડા એટલા જ ક્રિસ્પી બનશે અને તમને બજાર જેવો જ સ્વાદ મળશે. ચણાના લોટમાં થોડો અજમો, હળદર, મીઠું અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. ખીરું સહેજ પાતળું રાખવું. જો ખીરું બહુ ઘટ્ટ હશે તો પકોડા તળવામાં મુશ્કેલી પડશે અને તે ક્રિસ્પી નહીં બને. ખાસ ટિપ: બેસનનું ખીરું તૈયાર કરતી વખતે તેમાં એક ચમચી ગરમ તેલ ઉમેરી દેવું, આનાથી પકોડાનું બહારનું પડ ખૂબ જ ક્રિસ્પી બનશે.

બ્રેડ પકોડાને આ રીતે ફ્રાય કરો

હવે તૈયાર કરેલા સ્ટફિંગને બ્રેડની સ્લાઈસ પર બરાબર લગાવી દો. ત્યારબાદ ઉપરથી બીજી બ્રેડની સ્લાઈસ મૂકીને તેને કવર કરી લો. હવે આ બ્રેડને વચ્ચેથી ત્રિકોણ આકારમાં કાપી લો. આ તૈયાર કરેલા પીસને બેસનના ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં તળી લો. પકોડા તળતી વખતે ગેસની આંચ મધ્યમ રાખવી. જ્યારે બ્રેડ પકોડા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લો.

લો ગરમાગરમ, કંદોઈ જેવા જ સ્વાદિષ્ટ બ્રેડ પકોડા તૈયાર છે!