Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make this tasty barfi in 10 minutes.

Recipe : 10 મિનિટમાં બનાવો આ ટેસ્ટી બરફી, તહેવારમાં જરૂર ટ્રાય કરો

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : 10 મિનિટમાં બનાવો આ ટેસ્ટી બરફી, તહેવારમાં જરૂર ટ્રાય કરો
સોર્સ : Google

બરફી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. સામાન્ય રીતે બરફી દૂધના માવ માંથી બનાવવામાં આવે છે. જો કે આજકાલ માવમાં ભેળસેળ થાય છે. ભેળસેળ વાળો માવો ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન આવે છે. જો બરફી ખાવાના શોખીન છે અને આરોગ્યની પણ ચિંતા છે તો તમારે પીનટ બરફી ટ્રાય કરવી જોઇએ. સીંગદાણા, ગોળ અને ઘી માંથી બનતી બરફી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. આ બરફી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે. ઉપરાંત તેમા ખાંડના બદલે ગોળ વપરાય છે જે શરીર માટે ફાયદાકારક છે.

App Store

પીનટ બરફી બનાવવા માટે સામગ્રી

  • શેકેલા સીંગદાણા
  • ગોળ
  • એલચી પાઉડર
  • ઘી

પીનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ એક કડાઇમાં કાચા સીંગદાણા શેકી લો. સીંગદાણાની છાલ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.

હવે હાથ વડે શેકેલા સીંગદાણાના ફોંતરા કાઢી લો. ત્યાર પછી મિક્સર જારમાં સીંગદાણા નાંખી બારીક પાઉડર બનાવી લો. જો સીંગદાણા બરાબર પીસાયા ન હોય તો ચારણી વડે ચાળી પણ શકાય છે.

હવે સીંગદાણાના પાઉડર સાથે ગોળ પણ પીસી લો. ગોળના નાના ટુકડા કે છરી વડે ઝીણું સમારીને નાંખવાથી સીંગદાણાનો પાઉડર અને ગોળ સારી રીતે મિક્સ થઇ જશે.

સીંગદાણા અને ગોળનું માવા જેવું મિશ્રણ બાઉલમાં કાઢી લો. પછી તેમા દેશી ઘી અને એલચી પાઉડર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

છેલ્લે તેલ કે ઘી વડે પ્લેટ ગ્રીસ કરી લો. તેમા સીંગદાણા અને ગોળનું મિશ્રણ સારી રીતે પાથરી લો. તેની ઉપર કાજુના ટુકડા મૂકી ગાર્નિશ કરો. આ બરફીને 30 મિનિટ સુધી સેટ થવા દો. બરફી સેટ થવા માટે ફ્રીજમાં મૂકી શકાય છે.

હવે બરફીને કટર વડે કટ કરીને પીનટ બરફીની મજા માણો. તહેવારમાં બરફી ખાવાની ઇચ્છા હોય ત્યારે પીનટ બરફી ટ્રાય કરી શકાય છે.