Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make this tasty and healthy rice tikki

Recipe : વધેલા ભાત ફેંકી ન દેતા! બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી રાઈસ ટિક્કી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : વધેલા ભાત ફેંકી ન દેતા! બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી રાઈસ ટિક્કી
સોર્સ : gstv

આજે નાસ્તામાં મારે શું બનાવવું? આ સવાલ દરેક મહિલાના મનમાં થતો હોય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, એવી કઇ વાનગી બનાવવી જે આરોગ્યપ્રદ હોય અને ઘરમાં રહેલી વસ્તુમાંથી ઝડપથી બની જાય. આવી સ્થિતિમાં તમે વધેલા ભાત માંથી ટેસ્ટી રાઈસ ટિક્કી બનાવી શકો છે. તેને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવવા તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે.

App Store

ભાત, રવો અને દહીંમાંથી બનેલી આ નરમ અને હળવી ટિક્કી માત્ર પેટ જ ભરતી નથી, પરંતુ તેમાં શાકભાજી ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે તેને ઓછા તેલમાં વરાળમાં બાફીને તૈયાર કરવામાં આવે છે, જે તેને સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ બનાવે છે. જો તમે દરરોજ એક જ નાસ્તો ખાઈને કંટાળી ગયા છો, તો આ સરળ અને ઝડપી રેસીપી તમારા માટે યોગ્ય છે. 

રાઈસ ટિક્કી બનાવવા માટે સામગ્રી

1 વાટકી ભાત
1/2 કપ રવો
2 ચમચી તાજી દહીં 
સમારેલું કોથમીર 
છીણેલા ગાજર
ઝીણી સમારેલા લીલા મરચાં (સ્વાદ માટે)
ચિલી ફ્લેક્સ (વૈકલ્પિક) 
સ્વાદ અનુસાર મીઠું

રાઇસ ટિક્કી બનાવવાની રીત

એક વાસણમાં 1 વાટકી ભાત લો. તેમાં 2 નાની ચમચી તાજું દહીં અને અડધી વાટકી રવો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેમા પાણી બિલકુલ ન ઉમેરો. દહીંથી રવો ફૂલી જશે. બધી સામગ્રી બરાબર મિક્સ કરો અને 10 મિનિટ માટે રાખી મૂકો. ત્યારબાદ આ મિશ્રણને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરો. તમે ઇચ્છો તો હાથ વડે લોટ બાંધવાની જેમ મસળી પણ શકાય છે. તેમાં સમારેલું કોથમીર, લીલા મરચા અને છીણેલું ગાજર ઉમેરો.

હવે તેમા ચિલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. પછી તેમાથી ગોળ કે હાર્ટ શેપમાં ટિક્કી બનાવો. 

હવે એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. આ ટિક્કીને 10 થી 15 મિનિટ સુધી વરાળમાં બાફો. જો તમારી પાસે સ્ટીમર ન હોય તો એક તપેલી કે કઢાઇ લો, તેમા કાણા વાળું ઢાંકણ મૂકીને પણ ટિક્કી સ્ટીમ કરી શકાય છે. ટિક્કી સ્ટીમ થયા બાદ બહાર કાઢી લો.

હવે એક કઢાઇમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમા રાઇ, જીરું, મીઠા લીમડાના પાનનો વઘાર કરો. ત્યારબાદ બાફેલી ટિક્કીને કઢાઇમાં નાંખી બરાબર હલાવો, તેથી વઘાર સારી રીતે બેસી જાય. તેની ઉપર મેગી મસાલો કે પેરી પેરી મસાલો ભભરાવો. છેલ્લે ઝીણું સમારેલું કોથમીર ઉમેરો. આ રાઇસ ટિક્કી ટામેટો સોશ કે ચટણી સાથે સર્વ કરો.