Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make these sweets at home on Karwa Chauth

Karwa Chauth Recipes / કરવા ચોથ પર ઘરે તૈયાર કરો આ 5 મીઠાઈ, ખૂબ સરળ છે બનાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Karwa Chauth Recipes / કરવા ચોથ પર ઘરે તૈયાર કરો આ 5 મીઠાઈ, ખૂબ સરળ છે બનાવવાની રીત
સોર્સ : GSTV

તહેવારોની સિઝન દરમિયાન, મીઠાઈઓની માંગ વધી જાય છે. પરિણામે, બજારમાં મળતી મીઠાઈઓમાં ભેળસેળની શક્યતા પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભેળસેળવાળી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તહેવારના આનંદને ઓછો કરી શકે છે. તેથી, કરવા ચોથ જેવા ખાસ પ્રસંગોએ ઘરે મીઠાઈઓ બનાવવી શ્રેષ્ઠ છે.

App Store

ઘરે બનાવેલી મીઠાઈઓ પરિવારના બધા સભ્યો માટે સલામત અને પૌષ્ટિક હોય છે. આ લેખમાં, અમે તમારા માટે કરવા ચોથ પર બનાવવા પાંચ સરળ અને લોકપ્રિય મીઠાઈની રેસીપી લાવ્યા છીએ, જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને તહેવારની ખુશીમાં વધારો કરી શકો છો. આ મીઠાઈઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ બનાવવામાં પણ સરળ છે. આ મીઠાઈ તમે કરવા ચોથના તહેવારના થોડા દિવસ પહેલા પણ બનાવી શકો છો.

ચણાના લોટના લાડુ

જો તમે ઈચ્છો તો તમે ત્રણથી ચાર દિવસ અગાઉ જ ચણાના લોટના લાડુ તૈયાર કરી શકો છો. આ માટે, પહેલા એક કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરો અને તેમાં એક કપ ચણાનો લોટ ઉમેરો અને તેને મિડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકોળો. ચણાનો લોટ બરાબર શેકાઈ જાય પછી તેને ઠંડો થવા દો. હવે, ઠંડા કરેલા ચણાના લોટમાં ત્રણ-ચતુર્થાંશ કપ દળેલી ખાંડ અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાંથી લાડુ બનાવી લો. તમારા ચણાના લોટના લાડુ તૈયાર છે.

ગુલાબ જામુન

ગુલાબ જામુન તૈયાર કરવા માટે, સૌપ્રથમ ગુલાબ જામુન મિશ્રણ એટલે કે મેંદો, માવો અને રવો મિક્સ કરો અને નરમ ગોળા બનાવો. આ પછી એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલા ગોળાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. દરમિયાન, અન્ય કઢાઈમાં પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી તૈયાર કરો. ત્યારબાદ તળેલા ગુલાબ જામુનને આ ગરમ ચાસણીમાં ડુબાડો અને થોડીવાર માટે રહેવા દો. થોડા સમય બાદ જો તમે ઈચ્છો તો તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.

માવાની બરફી

માવાની બરફી બનાવવી એકદમ સરળ છે. તેને બનાવવા માટે, એક કઢાઈમાં બે કપ માવાને મિડીયમ આંચ પર સહેજ નરમ થાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં અડધો કપ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય અને બરફીની જેમ સેટ થાય ત્યાં સુધી રાંધો. આ પછી તેમાં એલચી પાવડર ઉમેરો. હવે મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં ફેલાવો અને ઠંડુ થાય પછી તેને ચોરસ ટુકડામાં કાપી લો. તમે તેને સમારેલા ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરી શકો છો. આ બરફીને પણ તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.

પેંડા

પેંડા બનાવવા માટે, એક પેનમાં બે કપ માવાને મિડીયમ તાપ પર નરમ અને સહેજ સોનેરી થાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં અડધો કપ ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે થોડો એલચી પાવડર ઉમેરો. મિશ્રણને ઠંડુ થવા દો, પછી તમારા હાથ પર ઘી લગાવો અને નાના ગોળ પેંડા બનાવો.તેને કેસર અથવા સમારેલા ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરો.

મિલ્ક કેક  

મિલ્ક કેક બનાવવા માટે, એક પેનમાં 1 લિટર દૂધને મિડીયમ આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. દૂધ ઘટ્ટ થાય પછી, તેમાં અડધો કપ ખાંડ ઉમેરો અને રાંધો. જ્યારે દૂધ ખૂબ જ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં રેડો અને ફેલાવો. ઠંડુ થયા પછી, તેને ચોરસ ટુકડામાં કાપો. ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડરથી ગાર્નીશ કરો.