Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make corn sandwiches for an evening snack

Recipe / સાંજના નાસ્તા માટે બનાવો કોર્ન સેન્ડવીચ, બાળકોને ખૂબ જ પસંદ આવશે આ વાનગી

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / સાંજના નાસ્તા માટે બનાવો કોર્ન સેન્ડવીચ, બાળકોને ખૂબ જ પસંદ આવશે આ વાનગી
સોર્સ : Google

સાંજના નાસ્તા માટે સેન્ડવીચ એક સારો વિકલ્પ છે. સેન્ડવીચ બનાવવા માટે પણ તમને ઘણા વિકલ્પો અને રેસીપી મળે છે. તેમાંથી કોર્ન સેન્ડવીચ એક ઝડપી અને સરળ વિકલ્પ છે. સેન્ડવીચ બનાવવામાં જેટલી સરળ છે, તેટલી જ સ્વાદિષ્ટ પણ છે. જો તમારા ઘરમાં બાળકો છે તો તેમને આ સેન્ડવીચ જરૂર પસંદ આવશે.

App Store

સામગ્રી

  • બાફેલી મકાઈના દાણા - 1 કપ
  • બ્રેડ સ્લાઈસ - 4
  • ડુંગળી (બારીક સમારેલી) - 1 મિડીયમ
  • કેપ્સિકમ (બારીક સમારેલું) - 1/2 કપ
  • ટમેટું (બારીક સમારેલું) - 1 નાનું (ઓપ્શનલ)
  • મેયોનેઝ - 2-3 ચમચી
  • ચીઝ (છીણેલું) - 2 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • મરી પાવડર - 1/2 ચમચી
  • રેડ ચિલી ફ્લેક્સ - 1/2 ચમચી
  • ઓરેગાનો - 1/2 ચમચી
  • માખણ - જરૂર મુજબ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક બાઉલમાં બાફેલી મકાઈ, ડુંગળી, સિમલા મરચું અને ટમેટું ઉમેરો.
  • હવે તેમાં મેયોનેઝ, ચીઝ, મીઠું, મરી પાવડર, રેડ ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો.
  • હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ બ્રેડ સ્લાઈસ લો અને તેના પર તૈયાર કોર્ન ફિલિંગ સરખી રીતે ફેલાવો.
  • જો ઈચ્છો તો ઉપર થોડું વધુ ચીઝ ઉમેરો અને બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકી દો.
  • હવે, એક પેન અથવા સેન્ડવીચ મેકર ગરમ કરો અને તેના પર માખણ લગાવો.
  • આ પછી સેન્ડવીચને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
  • કોર્ન સેન્ડવીચને ત્રિકોણાકાર કાપીને લીલી ચટણી, ટોમેટો કેચઅપ અથવા ચીઝ ડિપ સાથે સર્વ કરો.