Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make these delicious dishes on Raksha Bandhan

Recipes / રક્ષાબંધન પર બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, ઘરે આવેલા મહેમાનો પણ કરશે વખાણ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Recipes / રક્ષાબંધન પર બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, ઘરે આવેલા મહેમાનો પણ કરશે વખાણ
સોર્સ : GSTV

રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તે ભાઈ-બહેનના સંબંધની મીઠાશ અને પ્રેમનું પ્રતીક છે. પરિવારના બધા સભ્યો સાથે મળીને તેને ઉજવે છે. બજારમાં પણ મીઠાઈઓ અને અન્ય દુકાનો પર ભીડ જોવા મળે છે. મોટાભાગના લોકો દુકાનોમાંથી મીઠાઈઓ ખરીદે છે. કેટલાક ઘરે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓ બનાવે છે.

App Store

ઘણા લોકોના ઘરે નાસ્તો પણ બનાવવામાં આવે છે, જેમાં દહીં-ભલ્લા અને પકોડા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પરંતુ આ સિવાય, તમે અન્ય સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકો છો, જેના સ્વાદના વખાણ ઘરે આવેલા મહેમાનો પણ કરશે. ચાલો જાણીએ આવી 5 વાનગીઓ વિશે જે તમે રક્ષાબંધનના દિવસે બનાવી શકો છો.

ચીઝ પનીર પોપ્સ

તમે ચીઝ પનીર પોપ્સ બનાવી શકો છો. તેને બનાવવા માટે, પનીરને છીણી લો અને બાફેલા બટાકાને મેશ કરો. આ પછી, બંનેને મિક્સ કરો અને તેમાં નાની સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાવડર અને ચાટ મસાલો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે હાથમાં થોડું મિશ્રણ લો અને તેમાં વચ્ચે ચીઝનો નાનો ટુકડો રાખીને બોલ્સ વળી લો. તેને 10થી 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. હવે એક બાઉલમાં 1 ચમચી કોર્નફ્લોર અને થોડું પાણી ઉમેરીને પાતળી સ્લરી બનાવો. દરેક પોપને સ્લરીમાં ડુબાડો અને પછી તેને બ્રેડક્રમ્સમાં રોલ કરો. પછી એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમાં પોપ્સ નાખો અને ધીમા તાપે તળો. તેને ટીશ્યુ પેપર પર કાઢો, જેથી તેમાં રહેલું વધારાનું તેલ બહાર આવે. 

વેજ સ્પ્રિંગ રોલ

વેજ સ્પ્રિંગ રોલ બનાવવા માટે, એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલા આદુ, લસણ અને લીલા મરચાં, સમારેલા કેપ્સિકમ, ડુંગળી, ગાજર, કોબી, બાફેલા નૂડલ્સ, મીઠું, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, રેડ ચિલી સોસ, થોડી ખાંડ, મકાઈનો લોટ, ગ્રીન ચિલી સોસ અને સોયા સોસ ઉમેરો અને મિક્સ કરો. આ પછી, એક બાઉલ અથવા પ્લેટમાં મેંદો લો અને તેમાં થોડો મકાઈનો લોટ, દૂધ અને પાણી ઉમેરો અને બેટર તૈયાર કરો. આ પછી, આ બેટરને ગરમ તવા પર મૂકો અને તેને ફેલાવો. હવે તેમાં નૂડલ્સનું મિશ્રણ ભરો અને તેને ફોલ્ડ કરો. વેજ સ્પ્રિંગ રોલ તૈયાર છે.

ક્રિસ્પી પોટેટો પનીર ચીઝ બોલ

એક બાઉલમાં બાફેલા બટાકા લો અને તેને સારી રીતે મેશ કરો. આ પછી, તેમાં લોટ અને મીઠું ઉમેરો. આ પેસ્ટને સુતરાઉ કાપડમાં નાખો. જેમ કે તેનો ઉપયોગ જલેબી બનાવવા માટે થાય છે. હવે એક બાઉલમાં છીણેલું પનીર, ચીઝ, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. તેના નાના બોલ બનાવો. હવે બટાકાની પેસ્ટને બટર પેપર પર મૂકો અને તેના પર પનીર બોલ મૂકો અને તેને બટાકાની પેસ્ટથી ઢાંકી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બોલ્સને ડીપ ફ્રાય કરી લો. 

મીની ઉત્તપમ બાઈટ્સ

તમે મીની ઉત્તપમ બાઈટ્સ બનાવી શકો છો. તેને બનાવવા માટે, પહેલા રવામાં દહીં અને મીઠું ઉમેરો અને તેને મિક્સ કરીને 15થી 20 મિનિટ માટે ઢાંકી દો. 15 મિનિટ પછી, રવામાં કેપ્સિકમ, ટમેટા, ડુંગળી અને તમારી પસંદગીના સમારેલા શાકભાજી ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે બેટર ખૂબ પાતળું કે જાડું ન હોવું જોઈએ. હવે એક તવા પર તેલ લગાવીને તેના પર બેટર ફેલાવો અને બંને બાજુથી શેકો. 

નૂડલ સમોસા

તમે ઘરે નૂડલ સમોસા બનાવી શકો છો. તેને બનાવવા માટે, પહેલા એક પેનમાં તેલ નાખો અને તેમાં નૂડલ્સ, લસણ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, સોયા સોસ અને મસાલા ઉમેરીને ચાઉમીન અથવા નૂડલ્સ બનાવો. આ પછી, એક બાઉલમાં મેંદો લો, તેમાં ઘઉંનો લોટ, તેલ, અજમો અને મીઠું ઉમેરી કણક તૈયાર કરો. તેને 20થી 30 મિનિટ માટે રાખો. હવે કણકમાંથી મીડીયમ આકારની રોટલી વણી લો અને તેને અડધા ભાગમાં કાપીને કોનનો આકાર આપો. આ પછી તેમાં નૂડલ્સ ભરો. કિનારીઓ પર થોડું તેલ લગાવો, તેને સીલ કરો. હવે તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.