Recipe : ઘરે જ બનાવો મુંબઈના વડાપાવ, જાણો બનાવવાની સૌથી સરળ રીત

સોર્સ : Gstv news
વડાપાવ ખાવાની દરેક લોકોને મજા આવે છે. એમાં પણ વરસાદી સિઝનમાં વડાપાવ ખાવાનું મન દરેક લોકોને થતુ હોય છે. તો આજે અમે તમને મુંબઇના વડાપાવ બનાવવાની રીત જણાવીશું. આ વડાપાવ તમે પ્રોપર આ રીતે બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને સ્વાદમાં મુંબઇ જેવા જ બનશે. બાળકોના ટિફિનમાં પણ તમે આ વડાપાવ આપી શકો છો. તો નોંધી લો આ રીત અને ફટાફટ ઘરે બનાવો મુંબઇના વડાપાવ.
સામગ્રી
- 8 પાવ
- જરૂર મુજબ લસણની ચટણી
- 5 થી 6 બાફેલા બટાકા
- બે ચમચી કટ કરેલા લીલા મરચા
- બે ચમચી ક્રશ કરેલુ આદુ
- મીઠા લીમડાના પાન
- એક ચમચી રાઇ
- એક ચમચી શેકેલા ધાણાં
- કોથમીર
- સ્વાદાનુંસાર મીઠું
ખીરુ બનાવવા માટે
- 3 કપ ચણાનો લોટ
- એક ચમચી હળદર
- એક ચમચી બેકિંગ સોડા
- ચપટી મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત
- મુંબઇના વડાપાવ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.
- પછી છાલ કાઢીને એક બાઉલમાં લઇ લો.
- એક કડાઇમાં બે તેલ લો અને ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય પછી રાઇનો તડકો કરો.
- તેલમાં ક્રશ કરેલુ આદુ, લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખીને થવા દો.
- પછી કડાઇમાં હળદર અને મેશ કરેલા બટાકા નાખીને મિક્સ કરો.
- હવે સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરો.
- પછી કોથમીર નાખો.
- હવે એકથી બે મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- એક ઊંડા વાસણમાં ચણાનો લોટ લો.
- આમાં હળદર અને મીઠું નાખીને થોડુ પાણી નાખીને ખીરુ તૈયાર કરી લો.
- પછી સોડા નાખીને મિક્સ કરો.
- એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય પછી બટાકાનું સ્ટફિંગ લઇને નાના-નાના ગોળા તૈયાર કરી લો.
- હવે બેસનમાં ડીપ કરો અને કડાઇમાં તળવા માટે નાખો.
- પછી બ્રાઉન રંગના થાય પછી એક પ્લેટમાં નાખી દો.
- પાવ લો અને એમાં લસણની ચટણી લગાવો અને એક ગરમ વડા મુકી દો.
- તળેલા લીલા મરચાની સાથે સર્વ કરો.
- તો તૈયાર છે મુંબઇના વડાપાવ.

