Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : If you make garlic fenugreek bhaji like this, you will eat four rotis instead of two.

Recipe : આ રીતે લસણવાળી મેથીની ભાજી બનાવશો તો બેની જગ્યાએ ચાર રોટલી ખાશો

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : આ રીતે લસણવાળી મેથીની ભાજી બનાવશો તો બેની જગ્યાએ ચાર રોટલી ખાશો
સોર્સ : gstv

મેથીની ભાજી એ શિયાળાની મોસમની સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓમાંની એક છે. તેમાં વિટામિન્સ, આયર્ન અને ફાઇબરથી ભરપૂર તાજી મેથીના પાન હોય છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ રેસિપીમાં લસણનો તીખો સ્વાદ મેથીની કડવાશને સંતુલિત કરે છે અને મેથીની ભાજીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. 

App Store

મેથીની ભાજીની સામગ્રી

  • મેથીની ભાજી : 1 મોટો પણી
  • લસણની કળીઓ : 15 (બારીક સમારેલી)
  • લાલ મરચું પાવડર : સ્વાદ અનુસાર
  • હળદર પાવડર : 1 ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • હીંગ : એક ચપટી
  • તેલ : 2 ચમચી 

મેથીની ભાજી બનાવવાની રીત

મેથીની ભાજીને સમારી લો. પછી 2 વખત પાણીથી ધોઈ લો જેથી તેમાંથી કોઈ માટી કે કચરો ન રહે. પાણી નીતારી લો અને બારીક કાપી લો. લસણની 15 કળીઓને ફોલીને બારીક સમારી લો અથવા ક્રશ કરી લો. કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે એક ચપટી હીંગ ઉમેરો. તેમાં સમારેલી લસણની કળીઓ ઉમેરો અને મધ્યમ આંચ પર હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. લસણની સુગંધ આવવા લાગશે.

હવે તૈયાર કરેલી મેથીની ભાજી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.તેમાં મીઠું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. કઢાઈને ઢાંકણ ઢાંકીને મધ્યમ આંચ પર 12 મિનિટ પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં. જો જરૂરી લાગે તો થોડું પાણી છાંટી દો, પણ આ ભાજી સામાન્ય રીતે સૂકી જ બને છે. ભાજી નરમ થઈ જાય અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરો. ગરમાગરમ સર્વ કરો.