Recipe: જો તમે પણ ગળ્યું ખાવાના શોખીન હોવ, તો ડેઝર્ટમાં ટ્રાય કરો આ ડિલિશિયસ કોકોનટ રબડી

જો તમને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત છે, તો આ રેસીપી ખાસ તમારા માટે છે. ઘણીવાર આપણે પરંપરાગત મીઠાઈઓ ખાઈને કંટાળી જઈએ છીએ. તેવામાં, જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય તેવું મીઠું શોધી રહ્યા હોવ, તો કોકોનટ રબડીથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. આ રબડીનું એક એવું અનોખું રૂપ છે, જેમાં નારિયેળની મીઠાશ અને સુગંધ ભળીને તેને વધુ ખાસ બનાવી દે છે.
સામગ્રી
* 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
* 1 કપ નારિયેળનું છીણ
* 1/2 કપ ખાંડ (સ્વાદ મુજબ વધુ કે ઓછી)
* 1/4 ચમચી ઈલાયચી પાવડર
* થોડા બદામ અને પિસ્તા (ગાર્નિશિંગ માટે)
બનાવવાની રીત:
1. સૌ પ્રથમ એક પેનમાં દૂધ ઉકાળવા માટે મૂકો. આંચ ધીમી રાખો અને દૂધને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય.
2. જ્યારે દૂધ ઉકળવા લાગે અને થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં નારિયેળનું છીણ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને 5-7 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો, જ્યાં સુધી નારિયેળનો સ્વાદ દૂધમાં બરાબર ભળી ન જાય.
3. હવે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.
4. ગેસ બંધ કરી દો અને રબડીને ઠંડી થવા દો. ત્યારબાદ રબડીને એક બાઉલમાં કાઢી લો અને તેને ઓછામાં ઓછા 2-3 કલાક માટે ફ્રીજમાં રાખો જેથી તે વધુ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બની જાય.
5. ઠંડી-ઠંડી કોકોનટ રબડીને કતરેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

