Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : If there is a garlic sev, everyone will enjoy it.

Recipe: સાંજે નાસ્તામાં બનાવો લસણિયા મમરા, નોંધી લો રેસિપી

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: સાંજે નાસ્તામાં બનાવો લસણિયા મમરા, નોંધી લો રેસિપી
સોર્સ : gstv

સાંજે ભૂખ લાગે અને સામે લસણિયા સેવ મમરા હોય તો બધા લોકોને મજા આવે છે. આજે લસણિયા સેવ મમરા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશું.

App Store

સામગ્રી

  • અડધું પેકેટ મમરા
  • પા કપ તેલ
  • સ્વાદ અનુસાર શીંગદાણા
  • અડધી ચમચી હિંગ
  • મીઠા લીમડાના પાન
  • 4 નંગ લીલા મરચા
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી લસણ પાવડર કે પેસ્ટ

બનાવવાની રીત

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ નાંખીને શિંગદાણા સાંતળી લો. તેમાં મરચાંની કતરણ અને મીઠો લીમડો નાંખો. જો સૂકો લસણનો પાવડર ન હોય તો લસણની પેસ્ટ પણ નાંખી શકો છો. લસણનો લાલ રંગ બ્રાઉન થશે. હવે તેમાં હળદર મિક્સ કરો. હવે મમરા મિક્સ કરો. ફ્લેવર માટે જીરાળુ પણ મિક્સ કરી લો. પાંચ મિનિટ સુધી મમરા હલાવતા રહો. તે ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને કોઈ પણ સમયે તેની મજા માણો. 

ટોપિક્સ:recipefood reciperecipe foodgstv