Recipe : આ રીતે બનાવો મસાલા સ્વાદિષ્ટ ખીચડી, ઘરના સભ્યો ખાઇને કરશે વખાણ

ખીચડીમાં દાળ અને ચોખાનું સંયોજન પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત બને છે. આ હળવી અને સરળતાથી પચી જાય છે, જે બાળકો અને વડીલો માટે પરફેક્ટ છે. શિયાળામાં ગરમ-ગરમ ખીચડી શરીરને ગરમ રાખે અને તાત્કાલિક ઊર્જા આપે છે. એમાં શાકભાજી નાખીને બનાવવાથી વધુ પૌષ્ટિક બની જાય છે.
સ્વાદિષ્ટ ખીચડી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખા
- 1/2 કપ ધોયેલી મગની દાળ
- 1 કપ મિશ્ર શાકભાજી (ગાજર, વટાણા, કઠોળ)
- 1 મોટી ડુંગળી (બારીક સમારેલી)
- 1 ટામેટા (બારીક સમારેલું)
- 1-2 લીલા મરચાં
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1/2 ચમચી હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી ઘી
- 4 કપ પાણી
- ગાર્નિશ માટે ધાણાના પાન
બનાવવાની રીત
-મગની દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લો અને 10 મિનિટ માટે પલાળી રાખો.
-પછી ગેસ પર મૂકી પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. જીરું ઉમેરો, પછી ડુંગળી, આદુની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો અને સાંતળો.
-ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો. ત્યાર બાદ મસાલા અને શાકભાજી ઉમેરો.
-પછી ગાજર, વટાણા અને કઠોળ ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો પછી એમાં દાળ અને ચોખા નાખો.
-બધું સારી રીતે મિક્સ કરો. પછી પાણી ઉમેરો અને પ્રેશર કૂકમાં 3-4 સીટી સુધી થવા દો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ખીચડી.

