Recipe : મેંગો લવર્સ માટે ખાસ! ખાંડ વગર પણ બનશે બજાર જેવી ઘટ્ટ મેંગો સ્મૂધી

ઉનાળામાં કેરી ખાવાની મજા પડે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ શરીરને ઠંડક અને એનર્જી પણ આપે છે. તીવ્ર તડકો અને હીટસ્ટ્રોકથી બચવા માટે આમ પન્ના, જ્યુસ અને સ્મૂધીનું સેવન કરવામાં આવે છે જે શરીરને હાઇડ્રેટેડ રહેવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે તરત ઉર્જા આપતું ફળ છે, જે થાક અને નબળાઈને દૂર કરે છે. ઉનાળાની ઋતુમાં લોકો મેંગો સ્મૂધી પણ પીવે છે. જો કે, તેને સ્વાદિષ્ટ બનાવવા માટે સામાન્ય રીતે તેમા ખાંડ ઉમેરવામાં આવે છે. પરંતુ તમે ખાંડ વગર મેંગો સ્મૂધી પણ તૈયાર બનાવી શકો છો. ચાલો જાણીએ ઘરે શુગર ફ્રી મેંગો સ્મૂધી બનાવવાની સરળ રેસીપી.
સામગ્રી
- 2 કપ પાકી કેરી (સમારેલી )
- 1 કપ ઠંડુ દૂધ
- 4-5 બરફના ટુકડા
- 1 ચમચી મધ (વૈકલ્પિક)
- 4-5 નંગ પલાળેલી બદામ (વૈકલ્પિક)
- 1 ચપટી એલચી પાવડર
- 2 ચમચી કસ્ટર્ડ પાવડર
- 1 ચમચી તકમરિયા સીડ્સ
- 5-6 ગુલાબના પાન (વૈકલ્પિક)
બનાવવાની રીત
સૌ પ્રથમ બે મધ્યમ કદની પાકી કેરી લો. કેરીને સારી રીતે ધોઈ લો અને તેની છાલ કાઢી નાના ટુકડા કરી લો. કેરી સંપૂર્ણ રીતે પાકી હોવી જોઈએ, જેથી સ્મૂધીની કુદરતી મીઠાશ જળવાઈ રહે.
હવે મિક્સર જારમાં એક કપ ઠંડુ દૂધ અને કેરી નાંખો, તેની એક ઘટ્ટ પેસ્ટ બનાવો. જો તેમાં કેરીના રેસા હોય, તો તેને ચાળી લો. હવે દૂધ માંથી 4-5 ચમચી દૂધ કાઢી બાકીનું દૂધ એક કઢાઇમાં મૂકી ગરમ કરી લો. હવે દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી 4-5 મિનિટ સુધી ઉકાળો રાખો અને સહેજ ઘટ્ટ થવા દો. પછી તેને ઠંડું થવા દો.
હવે ઠંડા કસ્ટરડમાં કેરીની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 1 ચમચી તકમરિયા ઉમેરો. મીઠાશ માટે મધ ઉમેરી શકાય છે. તેમા થોડી ઝીણી સમારેલી કેરી, ઝીણા સમારેલા ગુલાબના પાન, એલચી પાવડર અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
હવે તેને ઠંડુ થવા 1 કલાક સુધી ફ્રિજમાં રાખો. ત્યારે ઇચ્છા થાય ત્યારે તેને ગ્લાસમાં ભરી સર્વ કરો.

