સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા પાવનો સ્વાદ માણવો હોય, તો ફોલો કરો આ Recipe
મસાલા પાવ મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગીઓમાંની એક છે, જે નાસ્તામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ

મસાલા પાવ મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગીઓમાંની એક છે, જે નાસ્તામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. તમે મહારાષ્ટ્રની સફરમાં પર જાવ તો આ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખી શકો છો. પરંતુ જો તમારે ઘરે સાંજની ચા સાથે સ્વાદિષ્ટ નાસ્તો કરવો હોય, તો આ અદ્ભુત રેસીપી જરૂર ટ્રાય કરો. જો તમારી પાસે પાવભાજી બનાવવાનો સમય નથી, પરંતુ તમે નાસ્તામાં કંઈક આવું જ ખાવા માંગો છો, તો આ વાનગી બનાવો.
જો તમે મહારાષ્ટ્રના આ ફેમસ સ્ટ્રીટ ફૂડની મજા માણવા માંગો છો, તો અમે તમારા માટે લાવ્યા છીએ સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા પાવની રેસિપી. આ સ્વાદિષ્ટ મસાલા પાવ એવી વસ્તુ છે જે તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ.
સામગ્રી
- પાવ - 4 નંગ
- ટમેટું - 1
- પાવભાજીનો મસાલો - 1 ચમચી
- લાલ મરચું પાવડર - 1/2 ચમચી
- મીઠું - જરૂર મુજબ
- ધાણા પાવડર - 1/2 ચમચી
- આદુની પેસ્ટ - 1 ચમચી
- ડુંગળી - 1
- કેપ્સીકમ - 1
- હળદર - 1/2 ચમચી
- માખણ - 4 ચમચી
- કોથમીર - જરૂર મુજબ
- લસણની પેસ્ટ - 1 ચમચી
- શેકેલી મગફળી - 2 ચમચી
બનાવવાની રીત
- એક પેનમાં 2 ચમચી માખણ ગરમ કરો.
- હવે તેમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને વધુ બે મિનિટ સાંતળો.
- હવે તેમાં સમારેલા ટામેટાં અને કેપ્સીકમ ઉમેરો.
- ત્યારબાદ તેમાં હળદર, પાવભાજીનો મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- મિશ્રણને 5 મિનિટ સુધી પકાવો. મિશ્રણને હળવા હાથે મેશ કરવા માટે મેશરનો ઉપયોગ કરો.
- તેની ઉપર કોથમીર નાખીને ગેસ બંધ કરો.
- હવે તવા પર 2 ચમચી માખણ ગરમ કરો. પાવને વચ્ચેથી કાપી લો અને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- બધા પાવ શેકાય જાય પછી તેમાં થોડીક શેકેલી મગફળી અને તૈયાર કરેલું મિશ્રણ ભરો.
- મસાલા પાવ તૈયાર છે, તેને તમારી પસંદગીની ચટણી સાથે માણો.






