મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું પગમાં લસણ ઘસવાના ફાયદા, ચોમાસામાં છે વધુ ફાયદાકારક

બોલિવૂડની હીરોઈન પ્રિયંકા ચોપરા હાલ ઓસ્ટ્રેલિયામાં તેની અપકમિંગ

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું પગમાં લસણ ઘસવાના ફાયદા, ચોમાસામાં છે વધુ ફાયદાકારક

બોલિવૂડની હીરોઈન પ્રિયંકા ચોપરા હાલ ઓસ્ટ્રેલિયામાં તેની અપકમિંગ ફિલ્મ  'ધ બ્લફ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા નિયમિતપણે 'ધ બ્લફ'ના સેટ પરથી તેના પરિવાર અને પોતાને ઘાયલ થયાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આટલા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને પ્રિયંકા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના અપડેટ્સ પણ શેર કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લસણના ફાયદાઓનું વર્ણન કરી રહી છે. આ વીડિયો જોયા પછી ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. એક ફેને લખ્યું, ‘વિદેશમાં પણ પ્રિયંકા ચોપરા પોતાના મૂલ્યો, સંસ્કારો અને વારસાને વળગી રહી છે’

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પગના તળિયા પર લસણ ઘસી રહેલી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી અને પ્રિયંકા ચોપરાને તેના ફાયદા વિશે પૂછ્યું, જે પછી પ્રિયંકા ચોપરાએ પણ જવાબ આપ્યો છે.

પ્રિયંકા ચોપરાએ ફાયદા જણાવ્યા

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, પગમાં લસણ ઘસવાથી તાવ અને સોજામાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે, એક એક્શન ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. જેની તસવીરો પ્રિયંકાએ પોસ્ટ કરી છે.

    •    જો પગમાં ફંગસ થયું હોય તો, લસણ ઘસવાથી ફંગસમાં રાહત મળે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં તેને પગ પર ઘસવાથી પગની ફંગસમાં રાહત મળે છે.

    •    જે લોકોને એથ્લીટ ફૂટની ફરિયાદ હોય છે, અને પગમાં કેલસ થઈ જાય છે તેને લસણ રગડવાથી ફાયદો મળે છે.

    •    ઘણા લોકોને ઠંડીમાં તાવ આવી જાય છે, તો લસણને અને સરસવના તેલ ભેળવીને લગાવવાથી શરીર ગરમ થાય છે, અને તાવમાં રાહત મળે છે.

    •    લસણની છીણને પગના તળિયા પર માલિશ કરવામાં આવે તો, પણ તે બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે

આ સમાચાર શેર કરો