મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Father's Day 2024 / તમારા પિતાને સ્પેશિયલ ફિલ કરાવવા માંગો છો, તો આ 3 સ્થળોએ ફરવા લઈ જાઓ

જેઓ ક્યારેય પ્રેમ વ્યક્ત નથી કરતા, જેઓ હંમેશા આપણા પર ગુસ્સો કરે છે, પરંતુ જેઓ આપણી સૌથી વધુ કાળજી રાખે છે. તે વ્ય

Father's Day 2024 / તમારા પિતાને સ્પેશિયલ ફિલ કરાવવા માંગો છો, તો આ 3 સ્થળોએ ફરવા લઈ જાઓ

જેઓ ક્યારેય પ્રેમ વ્યક્ત નથી કરતા, જેઓ હંમેશા આપણા પર ગુસ્સો કરે છે, પરંતુ જેઓ આપણી સૌથી વધુ કાળજી રાખે છે. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણા પિતા છે, તે આપણને અપાર પ્રેમ કરે છે, પરંતુ ક્યારેય કહી શકતા નથી. વાસ્તવમાં માતા-પિતા એક જ સિક્કાની બે બાજુઓ છે. જેમ માતાનું સ્થાન કોઈ નથી લઈ શકતું, તેવી જ રીતે પિતાનું સ્થાન પણ કોઈ નથી લઈ શકતું.

પિતા આપણા માટે દિવસ-રાત મહેનત કરે છે, આખું અઠવાડિયું કામ કર્યા પછી રજાના દિવસે પણ ઘરના કામમાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા પિતા માટે કઈંક ખાસ કરવા માંગો છો, તો તેમને ફાધર્સ ડે પર ફરવા લઈ જઈ શકો છો.

દર વર્ષે વિશ્વભરમાં ફાધર્સ ડે જૂન મહિનાના ત્રીજા રવિવારના ઉજવવામાં આવે છે, આ વર્ષે તે 16 જૂને છે. આ અવસર પર તમે તમારા પિતાને ફરવા લઈ જઈને તેમને સ્પેશિયલ ફિલ કરાવી શકો છો. આ સફર પર ગયા પછી તેઓ ખૂબ જ ખુશ થઈ જશે.

આસામ

તમારા પિતા તમને ઘણી વખત ફરવા લઈ ગયા હશે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે તેમને ક્યાંક લઈ જાઓ. જો તમે આ ગરમીથી રાહત મેળવવા માટે કોઈ ખાસ જગ્યાએ જવા ઈચ્છો છો, તો આસામ પણ ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે.

અહીં તમે ઘણા બધા પહાડો અને બિચ જોઈ શકો છો. અદભૂત નજારો તમારા પિતાને શાંતિનો અનુભવ કરાવશે. તમારા પિતાને સ્વચ્છ વાતાવરણ અને લીલાછમ વૃક્ષોવાળી જગ્યા ગમશે. 

કાશ્મીર

જો તમારે ઓછી ભીડવાળી જગ્યાએ જવું હોય તો તમારા પિતા સાથે કાશ્મીર જવાનું પ્લાન કરો. તમે તમારા માતા-પિતાને એકલા પ્રવાસ પર પણ મોકલી શકો છો. સંતાનો થયા પછી માતા-પિતાને પોતાના માટે સમય કાઢવાનો મોકો મળતો નથી. તેથી તમારે આવા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.

અહીંની નદીઓ, ધોધ, ખીણો અને લીલાછમ જંગલો તમારા પિતાને મંત્રમુગ્ધ કરી દેશે. અહીંની શાંતિ અને સુંદરતા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. કાશ્મીરમાં ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે.

ગોવા

જો તમારું બજેટ સારું છે, તો તમારા પિતાને ગોવાના પ્રવાસે લઈ જાઓ. જો તમે તેમને વિદેશ નથી લઈ જઈ શકતા, તો તેમને ગોવામાં લઈ જાઓ. આ જગ્યા વિદેશથી ઓછી નથી. કારણ કે જો કોઈ પૂછે કે ભારતમાં સૌથી વધુ વિદેશી પર્યટકો ક્યાં આવે છે તો પહેલો જવાબ ગોવા છે.

મોટાભાગના પ્રવાસીઓ ગોવાને ખૂબ પસંદ કરે છે. ગોવા ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં તમે ઘણા બિચ પર ફરવા જઈ શકો છો, સાથે જ વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકો છો.

આ સમાચાર શેર કરો