મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પાન-ગુલકંદ શરબત બનાવવો એકદમ સરળ, લૂથી બચવા આ પીણાનું કરો સેવન

આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર બને છે. આવી સ્થિતિમાં શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ

પાન-ગુલકંદ શરબત બનાવવો એકદમ સરળ, લૂથી બચવા આ પીણાનું કરો સેવન

આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર બને છે. આવી સ્થિતિમાં શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ગુલકંદ અને પાનનું શરબત તમને આમાં મદદ કરશે, જેની ખાસ રેસીપી તમને જણાવશું. તે માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યના મામલે પણ સૌથી આગળ છે. આ દિવસોમાં જો તમે પણ હાર્ટબર્ન, અપચો, ગેસ અને એસિડિટીથી પરેશાન છો, તો તે આ બધી સમસ્યાઓને પળવારમાં દૂર કરવાની શક્તિ ધરાવે છે.

પાન-ગુલકંદ શરબત બનાવવા માટેની સામગ્રી

  • ગુલકંદ - 4 ચમચી
  • પાન– 8-10
  • ખાંડ - 2 ચમચી
  • ઠંડુ દૂધ - 4 કપ
  • પિસ્તા - 4-6
  • બદામ - 4-6
  • બરફના ટુકડા - જરૂરિયાત મુજબ

પાન-ગુલકંદ શરબત બનાવવાની રીત

  • પાન-ગુલકંદ શરબત બનાવવા માટે સૌ પ્રથમ તમારે પાન લેવાના છે અને તેના ડંઠલને અલગ કરવા પડશે.
  • આ પછી તેને મિક્સરની મદદથી બ્લેન્ડ કરો અને પેસ્ટ બનાવો. તેને નરમ બનાવવા માટે થોડું પાણી પણ ઉમેવાનું રહેશે.
  • પછી એક મોટું વાસણ લો અને તેમાં પિસ્તા અને બદામને પણ બારીક સમારી લો અને તેને બાજુ પર રાખો.
  • આ પછી આ વાસણમાં પાનનું મિશ્રણ નાખો અને તેમાં ઠંડુ દૂધ ઉમેરો.
  • પછી તેમાં ગુલકંદ, ખાંડ અને બારીક સમારેલા પિસ્તા અને બદામ નાખીને બરાબર મિક્ષ કરી લો.
  • હવે તમારી જરૂરિયાત મુજબ બરફના ટુકડા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
  • તૈયાર છે તમારું સ્વાદિષ્ટ અને મજેદાર પાન-ગુલકંદ શરબત. તડકામાં બહાર નીકળતા પહેલા આનો એક ગ્લાસ પીવો ખૂબ જ ફાયદાકારક છે.

આ સમાચાર શેર કરો