મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Dhanteras 2024 Recipe / ધનતેરસ પર ભગવાન ધન્વંતરિને અર્પણ કરો મોતીચૂરના લાડુ, નોંધી લો બનાવવાની રીત

ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં

Dhanteras 2024 Recipe / ધનતેરસ પર ભગવાન ધન્વંતરિને અર્પણ કરો મોતીચૂરના લાડુ, નોંધી લો બનાવવાની રીત

ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદવામાં આવે છે તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. આ કારણે લોકો આ દિવસે સોનું, ચાંદી અને વાસણો ખરીદે છે.

આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. તો જો તમે કોઈ ખાસ મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે મોતીચૂરના લાડુ બનાવી શકો છો. ઘણા લોકો એવું વિચારે છે કે મોતીચૂરના લાડુ બનાવવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે મોતીચૂરના લાડુ ઘરે કેવી રીતે બનાવી શકાય. 

સામગ્રી

  • 1 કપ ચણાનો લોટ
  • 1/3 ચમચી બેકિંગ પાવડર
  • 1/3 ચમચી ઓરેન્જ ફૂડ કલર
  • 2/4 કપ ઠંડુ દૂધ
  • તળવા માટે ઘી
  • 1 કપ ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી સમારેલા પિસ્તા
  • કેસરના તાંતણા
  • 1/4 ચમચી એલચી પાવડર
  • રોઝ એસેન્સ

બનાવવાની રીત

  • એક બાઉલમાં ચણાનો લોટ, બેકિંગ પાવડર અને દૂધ મિક્સ કરીને બેટર તૈયાર કરો.
  • બેટર બનાવતી વખતે ધ્યાન રાખો કે બેટર એકદમ સ્મૂધ હોવું જોઈએ.
  • આ પછી એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં નાની-નાની બૂંદી પાડી લો.
  • બૂંદી તળી લીધા બાદ તેને ઠંડી થવા મુકો.
  • હવે ચાસણી બનાવવા માટે, એક પેનમાં ખાંડ, ઓરેન્જ ફૂડ કલર, લીંબુનો રસ અને 1/2 કપ પાણી ઉમેરો અને લગભગ 5 મિનિટ સુધી પકાવો.
  • આ પછી તેમાં પિસ્તા, કેસર, એલચી પાવડર અને રોઝ એસેન્સ ઉમેરો.
  • હવે આ ચાસણીને ફરીથી આગ પર મૂકો, તેમાં બૂંદી ઉમેરો અને સતત હલાવતા રહીને ધીમી આંચ પર 3 મિનિટ સુધી પકાવો.
  • હવે તેને એક વાસણમાં કાઢીને 10 મિનિટ સુધી ઠંડુ કરો. આ પછી લાડુ બનાવો.
  • લાડુ બનાવ્યા પછી ઉપર ડ્રાય ફ્રુટ્સ નાખીને ગાર્નીશ કરી શકો છો.

આ સમાચાર શેર કરો