International Tea Day / ભારતમાં નહીં, વિશ્વના આ દેશોમાં સૌથી વધુ ચા પીવે છે લોકો
દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ (International Tea Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ચાના ઈતિ

દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ (International Tea Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ચાના ઈતિહાસ, સંસ્કૃતિ અને આર્થિક મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ચા એ સમગ્ર વિશ્વમાં પીવામાં આવતું લોકપ્રિય પીણું છે. ચાને વિશ્વભરમાં સૌથી લોકપ્રિય પીણાંમાંથી એક ગણવામાં આવે છે. તે માત્ર સ્વાદ અને પરંપરા સાથે જ સંકળાયેલી નથી, પરંતુ ઘણી સંસ્કૃતિઓમાં સંદેશાવ્યવહારનું માધ્યમ પણ છે.
ભારત ચાના શોખીનોનો દેશ છે, જ્યાં સવાર શરૂઆત ચાથી થાય છે અને દિવસભર પોતાને ઉર્જાવાન રાખવા માટે ચા પીવામાં આવે છે. ભારતમાં, ઘરથી લઈને રેસ્ટોરાં અને શેરીઓમાં દરેક જગ્યાએ ચાની મળે છે, પરંતુ કેટલાક અન્ય દેશો એવા છે જ્યાં માથાદીઠ ચાનો વપરાશ ભારત કરતાં વધુ છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે. ચીન પહેલા નંબરે છે. જોકે, સૌથી વધુ ચા પીનારા દેશોમાં ભારત 23મા ક્રમે છે. ચાલો જાણીએ વિશ્વના તે દેશો વિશે જ્યાં સૌથી વધુ ચા પીવામાં આવે છે.
તુર્કી
વિશ્વમાં સૌથી વધુ ચા તુર્કીમાં પીવામાં આવે છે. અહીં દરેક વ્યક્તિ વર્ષમાં 3.16 કિલો ચા પીવે છે. તુર્કીમાં ચા એ સામાજિક પરંપરા છે. અહીં દિવસની શરૂઆત અને અંત ચાથી થાય છે. અહીં દૂધ વગરની મીઠી ચા નાના ગ્લાસમાં પીરસવામાં આવે છે.
આયર્લેન્ડ
તુર્કી પછી, ચાનો સૌથી વધુ વપરાશ આયર્લેન્ડમાં થાય છે, જ્યાં માથાદીઠ વાર્ષિક ચાનો જથ્થો 2.19 કિલો છે. આઈરિશ લોકોને સ્ટ્રોંગ બ્લેક ટી પીવાનું પસંદ છે. ચા તેમના ઘરેલું જીવન અને આતિથ્યનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
યુનાઈટેડ કિંગડમ
બ્રિટનની આફ્ટરનૂન ટીની પરંપરા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ચા અને બિસ્કિટનું મિશ્રણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એક વ્યક્તિ વર્ષમાં આશરે 1.94 કિલો ચા પીવે છે.
અન્ય દેશો
ઈરાનમાંબ્લેક ટી ખૂબ જ લોકપ્રિય છે. રશિયા પાંચમા સ્થાને છે, જ્યાં પરંપરાગત સમોવરમાં ચા બનાવવામાં આવે છે. મોરોક્કોની ફુદીનાવાળી ગ્રીન ટી આખી દુનિયામાં પ્રખ્યાત છે.
ભારત અને ચીનમાં ચાનો વપરાશ
ભારત ચાના ઉત્પાદન અને કુલ વપરાશ બંનેમાં આગળ છે પરંતુ મોટી વસ્તીને કારણે માથાદીઠ વપરાશ તુલનાત્મક રીતે ઓછો છે. મસાલાવાળી ચા, આદુવાળી ચા અને દૂધની ચા અહીં સૌથી વધુ લોકપ્રિય છે. ચીન સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે. ચા અહીં સાંસ્કૃતિક અને હેલ્થ ડ્રિંક તરીકે લેવામાં આવે છે. ચીનમાં ગ્રીન ટી, ઉલોંગ ટી અને વ્હાઈટ ટીનો ઉપયોગ થાય છે.








