Recipe / સ્ટીમરની મદદ વગર ઘરે જ બનાવો માર્કેટ જેવા સ્વાદિષ્ટ મોમોઝ
મોમોઝ એક એવી વાનગી છે, જેનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. આજકાલ તમને દરેક શેરી અને વિસ્તારમાં મોમોઝની દ

મોમોઝ એક એવી વાનગી છે, જેનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. આજકાલ તમને દરેક શેરી અને વિસ્તારમાં મોમોઝની દુકાનો કે રેકડી જોવા મળશે. ખાસ કરીને હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ સિઝનમાં મોમોઝ ખાવાનો એક અલગ જ આનંદ છે. પરંતુ ઘણા લોકો આ ઋતુમાં બહારનું ખાવાનું ટાળે છે.
આવી સ્થિતિમાં, જો તમે પણ વરસાદની ઋતુમાં બજારમાં બનેલા મોમોઝ ખાવા નથી માંગતા, તો અમે તમને સ્ટીમર વગર ઘરે મોમોઝ કેવી રીતે બનાવી શકાય તે શીખવીશું. હોમમેઇડ મોમોઝ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે નહીં, અને તે તાજા હશે.
સામગ્રી
- 2 કપ મેંદો
- 1/2 ચમચી મીઠું
- જરૂર મુજબ પાણી
- 200 ગ્રામ સમારેલ શાકભાજી (કોબી, ગાજર, ડુંગળી)
- 1/2 ચમચી કાળા મરી પાવડર
- 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી તેલ
બનાવવાની રીત
- સૌપ્રથમ મેંદો લો અને તેમાંથી નરમ કણક બાંધી લો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.
- પછી તેમાં સમારેલા શાકભાજી ઉમેરો અને મધ્યમ આંચ પર 5-7 મિનિટ સુધી સાંતળો.
- ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે તેમાં સોયા સોસ અને કાળા મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
- સ્ટફિંગ તૈયાર કર્યા પછી, કણકમાંથી લુઆ બનાવીને તેમાંથી નાની નાની પૂરી વણી લો
- હવે તેમાં સ્ટફિંગ ભરો અને તેને મોમોઝનો આકાર આપો.
- આ પછી, એક કડાઈ કે તપેલીમાં થોડું પાણી રેડવું અને તેને ઉકાળો.
- પાણીમાં સ્ટેન્ડ અથવા પ્લેટ મૂકો જેથી મોમોઝ પાણીને સ્પર્શે નહીં.
- હવે એક પ્લેટમાં તેલ લગાવો અને તેમાં મોમોઝ મૂકો. આ પ્લેટને તપેલીમાં રાખી ઢાંકણ વડે સારી રીતે ઢાંકી દો.
- મોમોઝને મધ્યમ આંચ પર 10-15 મિનિટ સુધી જ્યાં સુધી તે પારદર્શક દેખાવા લાગે ત્યાં સુધી પકાવા દો.
- ત્યારબાર મોમોઝનેસર્વિંગ પ્લેટ કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.






