મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : ઘરે જ બનાવો મુંબઈના વડાપાવ, જાણો બનાવવાની સૌથી સરળ રીત

વડાપાવ ખાવાની દરેક લોકોને મજા આવે છે. એમાં પણ વરસાદી સિઝનમાં વડાપાવ ખાવાનું મન દરેક લોકોને થતુ હોય છે. તો આજે અમે તમને મુંબઇના

Recipe : ઘરે જ બનાવો મુંબઈના વડાપાવ, જાણો બનાવવાની સૌથી સરળ રીત

વડાપાવ ખાવાની દરેક લોકોને મજા આવે છે. એમાં પણ વરસાદી સિઝનમાં વડાપાવ ખાવાનું મન દરેક લોકોને થતુ હોય છે. તો આજે અમે તમને મુંબઇના વડાપાવ બનાવવાની રીત જણાવીશું. આ વડાપાવ તમે પ્રોપર આ રીતે બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને સ્વાદમાં મુંબઇ જેવા જ બનશે. બાળકોના ટિફિનમાં પણ તમે આ વડાપાવ આપી શકો છો. તો નોંધી લો આ રીત અને ફટાફટ ઘરે બનાવો મુંબઇના વડાપાવ.

સામગ્રી

  • 8 પાવ
  • જરૂર મુજબ લસણની ચટણી
  • 5 થી 6 બાફેલા બટાકા
  • બે ચમચી કટ કરેલા લીલા મરચા
  • બે ચમચી ક્રશ કરેલુ આદુ
  • મીઠા લીમડાના પાન
  • એક ચમચી રાઇ
  • એક ચમચી શેકેલા ધાણાં
  • કોથમીર
  • સ્વાદાનુંસાર મીઠું

ખીરુ બનાવવા માટે

  • 3 કપ ચણાનો લોટ
  • એક ચમચી હળદર
  • એક ચમચી બેકિંગ સોડા
  • ચપટી મીઠું
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

  • મુંબઇના વડાપાવ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.
  • પછી છાલ કાઢીને એક બાઉલમાં લઇ લો.
  • એક કડાઇમાં બે તેલ લો અને ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય પછી રાઇનો તડકો કરો.
  • તેલમાં ક્રશ કરેલુ આદુ, લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખીને થવા દો.
  • પછી કડાઇમાં હળદર અને મેશ કરેલા બટાકા નાખીને મિક્સ કરો.
  • હવે સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરો.
  • પછી કોથમીર નાખો.
  • હવે એકથી બે મિનિટ પછી ગેસ બંધ કરી દો.
  • એક ઊંડા વાસણમાં ચણાનો લોટ લો.
  • આમાં હળદર અને મીઠું નાખીને થોડુ પાણી નાખીને ખીરુ તૈયાર કરી લો.
  • પછી સોડા નાખીને મિક્સ કરો.
  • એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય પછી બટાકાનું સ્ટફિંગ લઇને નાના-નાના ગોળા તૈયાર કરી લો.
  • હવે બેસનમાં ડીપ કરો અને કડાઇમાં તળવા માટે નાખો.
  • પછી બ્રાઉન રંગના થાય પછી એક પ્લેટમાં નાખી દો.
  • પાવ લો અને એમાં લસણની ચટણી લગાવો અને એક ગરમ વડા મુકી દો.
  • તળેલા લીલા મરચાની સાથે સર્વ કરો.
  • તો તૈયાર છે મુંબઇના વડાપાવ.

આ સમાચાર શેર કરો