મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આ સરળ Recipeની મદદથી ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો ચિલી લેમોનેડ, જાણો તેને સ્ટોર કરવાની રીત

કેરીની સિઝન ચાલી રહી છે, તેથી જો તમે આમ પન્ના, કેરીનો રસ અને સ્મૂધીથી કંટાળી ગયા હોવ તો આજે અમે તમને કેરીની એક અ

આ સરળ Recipeની મદદથી ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો ચિલી લેમોનેડ, જાણો તેને સ્ટોર કરવાની રીત

કેરીની સિઝન ચાલી રહી છે, તેથી જો તમે આમ પન્ના, કેરીનો રસ અને સ્મૂધીથી કંટાળી ગયા હોવ તો આજે અમે તમને કેરીની એક અલગ રેસીપી જણાવીશું. આ રેસીપી બનાવવામાં પણ સરળ છે અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. ચાલો તમને આ અનોખી રેસીપી અને તેની લાંબા સમય સુધી સ્ટોર કરવા માટેની ટિપ્સ જણાવી દઈએ.

સામગ્રી

  • પાકેલી કેરી - 1 નંગ
  • ખાંડ - 1-2 ચમચી 
  • લાલ મરચાના ટુકડા
  • લીંબુનો રસ - 3-4 ચમચી
  • સોડા - 40 મિલી
  • બરફના ટુકડા - જરૂર મુજબ
  • ફુદીનાના પત્તા - જરૂર મુજબ

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક પાકેલી કેરીની છાલ ઉતારીને તેના ટુકડા કરી લો, હવે તેને બ્લેન્ડરમાં નાખો.
  • ત્યારબાદ બ્લેન્ડરમાં અન્ય વસ્તુઓ જેમ કે ખાંડ, લાલ મરચાના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરો.
  • હવે દરેક વસ્તુને સ્મૂધ થાય ત્યાં સુધી સારી રીતે પીસી લો.
  • જો મિશ્રણ ઘટ્ટ લાગે તો તેમાં પાણી ઉમેરી શકો છો.
  • હવે સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો.
  • મિશ્રણને ગાળ્યા બાદ, તેને ગ્લાસમાં ઉમેરો અને છેલ્લે લીંબુનો રસ અને બરફના ટુકડા ઉમેરો.
  • હવે તેમાં સોડા નાખી, બધું બરાબર મિક્સ કરીને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આ બાબતોનું ધ્યાનમાં રાખો

  • મેંગો ચિલી લેમોનેડ બનાવવા માટે ખટ્ટમીઠી કેરી અને સૂકા લાલ મરચાનો ઉપયોગ કરો.
  • ફુદીનાને ગ્રાઈન્ડરમાં પીસવાને બદલે, તમે તેને સોડા સાથે ક્રશ કરીને પણ ઉમેરી શકો છો.
  • વધુ સારા અનુભવ માટે, કેરી અને અન્ય વસ્તુઓને પીસ્યા પછી તેને ગાળી લેવી ખૂબ જ જરૂરી છે.
  • જો તમે ઈચ્છો તો મેંગો કેન્ડીના ટુકડા કરીને ઉમેરી શકો છો, તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે.

લાંબા ગાળા માટે કેવી રીતે સ્ટોર કરવું

  • તમે મેંગો ચિલી લેમોનેડને 7-8 કલાક માટે સ્ટોર કરી શકો છો.
  • ઉનાળામાં તેને ફ્રીજમાં જ સ્ટોર કરો, આ સિવાય સ્ટોર કરતી વખતે તેમાં લીંબુનો રસ અને સોડા ન નાખો.
  • સોડા અને લીંબુનો રસ મિક્સ કર્યા પછી, સ્ટોર કરશો લેમોનેડનો સ્વાદ કડવો થઈ જશે.
  • તેથી લેમોનેડને સર્વ કરતી વખતે જ સોડા અને લીંબુનો રસ ઉમેરો.

આ સમાચાર શેર કરો