Recipe / રક્ષાબંધન પર ઘરે બનાવો ચોકલેટ ઘેવર, ચાખીને ખૂબ ખુશ થઈ જશે તમારા ભાઈ
શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ઘેવર ખાવાની સિઝન પણ શરૂ થઈ જાય છે. ઘેવર એ ચોમાસાની મીઠાઈ છે, જે ખાસ કરીને રાજસ

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ઘેવર ખાવાની સિઝન પણ શરૂ થઈ જાય છે. ઘેવર એ ચોમાસાની મીઠાઈ છે, જે ખાસ કરીને રાજસ્થાનમાં તીજ અને રક્ષાબંધન માટે બનાવવામાં આવે છે. મલાઈદાર ઘીની સુગંધથી ભરપૂર ઘેવરનો સ્વાદ મોટભાગના લોકોને ભાવે છે. ઘેવરનો સ્વાદ હવે રાજસ્થાન સિવાય આખા ભારતમાં ફેમસ થવા લાગ્યો છે, એટલે જ મીઠાઈની દુકાનો સિવાય ઘણા લોકો તેને પોતાના ઘરે બનાવીને માણવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે લોકો ઘેવરના અલગ-અલગ ફ્લેવર ટ્રાય કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રેસીપી શેર કરી રહ્યા છે. જો તમે પણ ઘેવરનો અલગ ફ્લેવર ટ્રાય કરવા માંગતા હોવ તો અમે તમને ચોકલેટ ઘેવરની રેસીપી જણાવી રહ્યા છીએ.
સામગ્રી
- મેંદો - 1 કપ
- ઘી - 3 કપ
- દૂધ - 1/2 કપ
- પાણી - 1/2 કપ
- ખાંડ - 1 કપ
- ચોકલેટ સીરપ - 1/2 કપ
- કોકો પાવડર - 2 ચમચી
- ચોકલેટ ચિપ્સ - 1/4 કપ (ગાર્નીશિંગ માટે)
- બદામ અને પિસ્તા - ગાર્નીશિંગ માટે
- ચાંદીનું વરખ - ગાર્નીશિંગ માટે (વૈકલ્પિક)
બનાવવાની રીત
- સૌ પ્રથમ ઘીમાં બરફ નાખીને બરાબર ઘસો.
- હવે એક મોટા બાઉલમાં મેંદોટ, કોકો પાવડર અને ઘી મિક્સ કરો.
- હવે તેમાં ધીમે ધીમે દૂધ અને પાણી ઉમેરો અને પાતળું બેટર તૈયાર કરો.
- આ બેટરને લગભગ 15-20 મિનિટ સુધી સારી રીતે ફેટી લો.
- ઘેવરને તળવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. ધ્યાન રાખો કે ઘેવર બનાવવા માટે ઘીનું તાપમાન ન તો ખૂબ ગરમ હોવું જોઈએ કે ન તો ખૂબ ઠંડું.
- એક નાના ગ્લાસ અથવા બાઉલમાં બેટર ભરો અને ગરમ ઘીમાં થોડું-થોડું રેડો.
- ઘેવરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- તળેલા ઘેવરને એક પ્લેટમાં રાખો.
- હવે એક વાસણમાં ખાંડ અને 1/2 કપ પાણી મિક્સ કરો, તેને ઉકાળો અને ચાસણી બનાવો.
- આ ચાસણીમાં ચોકલેટ સીરપ ઉમેરો.
- તળેલા ઘેવરને ચોકલેટ સીરપમાં નાખો અનેતેને સારી રીતે શોષવા દો.
- છેલ્લે ઘેવરને ચોકલેટ ચિપ્સ, સમારેલી બદામ, પિસ્તા અને ચાંદીના વરખથી ગાર્નિશ કરો.
ઘેવર બનાવવા માટેની ટિપ્સ
ઘેવર બનાવવા માટે ઘીનું તાપમાન ખૂબ જ જરૂરી છે. જો ઘી ખૂબ ગરમ હોય તો ઘેવર બહારથી બળી શકે છે અને અંદરથી કાચું રહી શકે છે. તેલ ઠંડું હોય તો ઘેવર પર યોગ્ય રીતે જાળી નહીં પડે.
ઘેવર પર યોગ્ય રીતે જાળી પડે તે માટે બેટર પાતળું અને ખૂબ જ મુલાયમ હોવું જરૂરી છે. ઘેવરને તળતી વખતે ઘીની વચ્ચે બેટર રેડો અને પછી તેને કિનારી તરફ ફેલાવવા દો. આ ઘેવરને તેની પરંપરાગત રચના અને આકાર આપશે.






