મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Tiffin Ideas: ઓફિસ ગોઈંગ પ્રોફેશનલ્સ માટે મિનિટોમાં તૈયાર થતા લંચ આઈડિયાઝ, સોમવારથી શુક્રવાર સુધી અપનાવો આ હેલ્ધી ટિફિન મેનૂ

ઓફિસના કામ માટે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, અને તેમાં તમાર

Tiffin Ideas: ઓફિસ ગોઈંગ પ્રોફેશનલ્સ માટે મિનિટોમાં તૈયાર થતા લંચ આઈડિયાઝ, સોમવારથી શુક્રવાર સુધી અપનાવો આ હેલ્ધી ટિફિન મેનૂ

ઓફિસના કામ માટે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, અને તેમાં તમારા લંચ બોક્સ એટલે કે ટિફિનનો રોલ મહત્ત્વનો છે. અહીં સોમવારથી શુક્રવાર સુધીના ટેસ્ટી અને હેલ્ધી ટિફિન આઈડિયાઝ આપેલા છે. 

જ્યારે ખાવાની વાત આવે છે ત્યારે આપણે ઘણીવાર 'હેલ્ધી' અને 'બેલેન્સ્ડ' શબ્દોને એક જ માની લઈએ છીએ, પરંતુ ન્યુટ્રિશનની દ્રષ્ટિએ બંને અલગ છે. હેલ્ધી ખોરાક પોષક તત્વો આપે છે, જ્યારે બેલેન્સ્ડ  આહારમાં દરેક પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય છે.

ન્યુટ્રિશનિસ્ટ્સ જણાવે છે કે સાચા બેલેન્સ માટે અલગ-અલગ ફૂડ ગ્રુપ્સનો સમાવેશ કરવો અને પોર્શન કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે.

ટિફિન મેનૂ (સોમવાર થી શુક્રવાર)

સોમવાર

વેજિટેબલ ઉપમા: સોજી અથવા મિલેટ (બાજરી/જુવાર) માંથી બનાવેલ શાકભાજીથી ભરપૂર ઉપમા. તેની સાથે લીંબુ અને ચાટ મસાલાવાળા ફણગાવેલા કઠોળનું સલાડ, જે ફાઈબર અને પ્રોટીન આપે છે. 

મંગળવાર

મિક્સ વેજ ઇડલી: દાળ અને શાકભાજીના મિશ્રણથી બનેલી નરમ ઇડલી. તેની સાથે કોઈ પણ એક સીઝનલ ફ્રૂટ લેવાથી ભોજન સંતુલિત બનશે. 

બુધવાર

ચણા-દહીં ચાટ: બાફેલા ચણા અને તાજા દહીંમાંથી બનેલી ચાટ. તેમાં કાકડી, હળવા મસાલા અને લીંબુ ઉમેરવાથી સ્વાદ વધશે અને પેટ હલકું રહેશે. 

ગુરુવાર

ઓટ્સ પેટીસ: ઓટ્સ અને શાકભાજીમાંથી બનાવેલી હેલ્ધી પેટીસ.  તેને ફુદીના કે ટામેટાની ચટણી સાથે લો અને સાથે દાડમ જેવા ફળો ઉમેરો. 

શુક્રવાર

પનીર વેજ રેપ: ઘઉંની રોટલીમાં પનીર, કેપ્સિકમ અને લેટીસ ભરીને બનાવેલ રોલ. આ પ્રોટીન-રિચ ભોજન સાથે થોડું દહીં લેવાથી સ્વાદ બમણો થઈ જશે. 

યાદ રાખવા જેવી બાબતો:

વિવિધતા: રોજ એકનું એક ખાવાને બદલે અલગ-અલગ ફૂડ ગ્રુપ પસંદ કરો.
હાઇડ્રેશન: ટિફિનની સાથે પાણીની બોટલ રાખવાનું ભૂલશો નહીં.
તાજગી: બને ત્યાં સુધી સવારે તાજું બનાવેલું ભોજન જ પેક કરો.

આ સમાચાર શેર કરો