મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પેટની ગરમીને શાંત કરશે લીંબુના 4 ડ્રીંક્સ, આજે જ ટ્રાય કરો આ Recipes

ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશનને કારણે લોકો વારંવાર થાક, નબળાઈ, માથાનો દુખાવો, ગેસ, એસિડિટી, ઉલ્ટી કે કબજિયાતથી પીડાય છે.

પેટની ગરમીને શાંત કરશે લીંબુના 4 ડ્રીંક્સ, આજે જ ટ્રાય કરો આ Recipes

ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશનને કારણે લોકો વારંવાર થાક, નબળાઈ, માથાનો દુખાવો, ગેસ, એસિડિટી, ઉલ્ટી કે કબજિયાતથી પીડાય છે. આ દિવસોમાં આપણે ઘરની બહાર નીકળતાની સાથે જ એવું લાગે છે કે જાણે સૂર્યએ તમામ એનર્જી છીનવી લીધી હોય. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોકના લક્ષણોથી બચવા માટે ડાયટમાં લીંબુનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે પણ શિકંજી અથવા લીંબુનું શરબત પીધું હશે, પરંતુ આ વખતે તમે અહીં જણાવેલ આ 4 ડ્રીંક્સ ટ્રાય કરી શકો છો. આનાથી તમારા શરીરને ઠંડક રહેશે, સાથે જ ગરમીથી પણ રાહત મળશે. 

લેમન આઈસ્ડ ટી

ઉનાળામાં, દૂધવાળી ચાને બદલે લેમન આઈસ્ડ ટી પીવાનો પ્રયાસ કરો. તે તમને ઠંડકની લાગણી આપે છે. તેને બનાવવા માટે એક કડાઈમાં પાણી લો અને તેને ઉકાળ્યા પછી તેમાં ટી બેગ નાખીને 5 મિનિટ માટે છોડી દો. હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખીને ફ્રિજમાં રાખો અને ઠંડુ થયા બાદ પી લો.

વોટરમેલન લેમન કૂલર

ઘણા લોકો ઉનાળામાં તરબૂચ ખાવાનું પસંદ કરે છે. તમે લીંબુ અને તરબૂચની મદદથી રિફ્રેશિંગ કૂલર તૈયાર કરી શકો છો. તેનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ તો દૂર થશે જ પરંતુ એનર્જી પણ મળશે. તેને બનાવવા માટે તમારે તરબૂચના ટુકડા લઈને તેના બીજ કાઢવાના છે અને પછી તેને બ્લેન્ડ કર્યા પછી ગાળીને ગ્લાસમાં કાઢી લો. હવે તેમાં લીંબુનો રસ નાખો અને પછી ખાંડ અને બરફ નાખીને ઠંડુ કરીને પી લો.

મિન્ટ લેમોનેડ

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે લીંબુ અને ફુદીનાનું પીણું એટલે કે મિન્ટ લેમોનેડ પણ ઘણું સારું છે. તેને બનાવવા માટે સૌપ્રથમ એક ગ્લાસમાં લીંબુનો રસ લો અને પછી તેમાં ફુદીનાના પાનનો રસ નાખો અથવા ફુદીનાના પાન નાખીને તેને ક્રશ કરો. આ પછી તેમાં કાળું મીઠું, સોડા અને ખાંડ નાખો. મિન્ટ લેમોનેડ તૈયાર છે, તે પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.

વર્જિન મોહીતો

ઉનાળામાં શરીરને તાજગી આપવા માટે વર્જિન મોહીતો પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલા એક ગ્લાસમાં સોડા લો અને તેમાં બરફના ટુકડા ઉમેરો. આ પછી તેમાં ફૂદીનાના પાન ક્રશ કરીને નાખો. ત્યારબાદ તમારી પસંદગી મુજબ ખાંડ કે કાળું મીઠું નાખ્યા પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. આ પછી, ગ્લાસની કિનારીને પર લીંબુના ટુકડા વડે ગાર્નીશ કરો.

આ સમાચાર શેર કરો