મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

લદ્દાખની સાંકૂ વેલીમાં જોવા મળશે અદ્ભુત નજારા, અહીં આવીને માઈન્ડ ફ્રેશ થઈ જશે

ટ્રાવેલિંગના શોખીનોના બકેટ લિસ્ટમાં લદ્દાખનું નામ ચોક્કસપણે સામેલ હશે. આ જગ્યા જ એવી છ

લદ્દાખની સાંકૂ વેલીમાં જોવા મળશે અદ્ભુત નજારા, અહીં આવીને માઈન્ડ ફ્રેશ થઈ જશે

ટ્રાવેલિંગના શોખીનોના બકેટ લિસ્ટમાં લદ્દાખનું નામ ચોક્કસપણે સામેલ હશે. આ જગ્યા જ એવી છે કે દરેક વ્યક્તિને ત્યાં જવાની ઈચ્છા થાય છે. અહીંના દૃશ્યો થોડા થોડા અંતરે બદલાતા રહે છે. ઊંચા સોનેરી પહાડો અને આકાશ કરતા પણ વાદળી પાણીવાળી નદી એવા નજારા રજૂ કરે છે કે તમને સ્વર્ગમાં હોવાનો અનુભવ થશે. જૂન મહિનામાં આ જગ્યા સૌથી વધુ ગીચ હોય છે. જો તમે પણ આ મહિને લદ્દાખ જવાનું વિચારી રહ્યા છો, તો અહીંના પ્રખ્યાત પર્યટન સ્થળો જોવા અને ફોટો ક્લિક કરવા સાથે સાંકૂ વેલીને તમારી લિસ્ટમાં સામેલ કરો. અહીંની મુલાકાત વર્ષો સુધી તમારા મનમાં જીવંત રહેશે.

સાંકૂ વેલી

સાંકૂ વેલી લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલી છે. સાંકૂ દરિયાની સપાટીથી લગભગ 9524 ફૂટની ઊંચાઈએ આવેલ છે. જેનો આકાર બાઉલ જેવો છે. સુરુ અને નાકપોચુ નદીઓ આ વેલીની સુંદરતામાં વધારો કરે છે. હરિયાળીથી ઢંકાયેલી આ વેલીમાં તમે ઘણા પ્રકારના સુંદર ફૂલો પણ જોઈ શકો છો. તેને લદ્દાખની વેલી ઓફ ફ્લાવર્સ કહી શકાય છે.

ફરવા માટેનો બેસ્ટ સમય

સાંકૂ વેલી એક્સપ્લોર કરવા માટે જૂન બેસ્ટ મહિનો છે. આ મહિનામાં અહીંનું હવામાન મુલાકાત માટે યોગ્ય છે. જો કે, તમે ચોમાસા પછી એટલે કે સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં પણ ફરવાનું પ્લાનિંગ કરી શકો છો. શિયાળામાં અહીં આવવાનું ટાળો, કારણ કે ત્યારે અહીં ખૂબ જ ઠંડી હોય છે.

કેવી રીતે પહોંચવું?

સાંકૂ વેલી સુધી પહોંચવાનો શ્રેષ્ઠ વિકલ્પ સડક માર્ગ છે. લેહ, કારગીલથી સાંકૂ જવા માટે બસો ઉપલબ્ધ છે.

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે પહેલા શ્રીનગર પહોંચવું પડશે અને ત્યાંથી તમને સાંકૂ માટે કારગિલ અથવા લેહ જવા માટે બસ મળશે. ટેક્સીનો વિકલ્પ પણ છે.

જો તમે ફ્લાઈટ દ્વારા અહીં આવી રહ્યા હોવ તો પણ તમારે શ્રીનગર જ આવવું પડશે, પછી ત્યાંથી તમે સાંકૂ પહોંચવા માટે ટેક્સી લઈ શકો છો.

આ સમાચાર શેર કરો