IRCTC સાથે કરો ચાર ધામની યાત્રા, જાણો આ ખાસ ટૂર પેકેજનું ભાડું અને અન્ય વિગતો
IRCTCએ પ્રવાસીઓ માટે ચાર ધામ યાત્રા માટેનું ખાસ ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ ‘દેખો અપના દેશ&rsqu

IRCTCએ પ્રવાસીઓ માટે ચાર ધામ યાત્રા માટેનું ખાસ ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ ‘દેખો અપના દેશ’ હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજમાં મુસાફરો ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં મુસાફરી કરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચાર ધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચાર ધામની યાત્રા કરે છે અને બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લે છે. તમને જણાવી દઈએ કે IRCTC પ્રવાસીઓ માટે દેશ અને વિદેશના ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ ટૂર પેકેજો દ્વારા, પ્રવાસીઓ ધાર્મિક અને અન્ય સ્થળોની પ્રવાસ કરી શકે છે. IRCTCના ટૂર પેકેજની વિશેષતા એ છે કે આમાં મુસાફરોને રહેવા અને ભોજન સહિતની ઘણી સુવિધા આપવામાં આવે છે. ચાલો IRCTCના ચાર ધામ યાત્રા ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ.
ટૂર પેકેજ 17 દિવસનું હશે
IRCTCનું ચાર ધામ યાત્રા ટૂર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે. આ ટૂર પેકેજ 28 જૂનથી શરૂ થશે. આ ટૂર પેકેજમાં ફર્સ્ટ એસીની 26 (કૂપ), 54 (કેબિન), સેકન્ડ એસીની 48 અને થર્ડ એસીની 24 સીટો છે. IRCTCનું આ ટૂર પેકેજ દક્ષિણથી ઉત્તર સુધીના ધાર્મિક સ્થળોને આવરી લેશે.
IRCTCના ટૂર પેકેજમાં આ સ્થળો આવરી લેવામાં આવશે
IRCTCના આ ટૂર પેકેજમાં બદ્રીનાથ, દ્વારકા, જોશીમઠ, નાસિક, પુણે, પુરી, ઋષિકેશ, રામેશ્વરમ અને વારાણસીના સ્થળોને આવરી લેવામાં આવશે. IRCTC ટૂર પેકેજમાં પ્રવાસીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા હશે.
IRCTCના આ ટૂર પેકેજનું ભાડું
IRCTCના આ ટૂર પેકેજનું ભાડું ફર્સ્ટ એસીમાં તમે એકલા મુસાફરી કરતા હોવ તો 1,79,140 રૂપિયા છે. બે લોકો સાથે મુસાફરી કરતા હોય તો વ્યક્તિ દીઠ ભાડું 1,58,665 રૂપિયા છે. એ જ રીતે, સેકન્ડ એસીમાં એકલા મુસાફરી કરતા હોવ તો ભાડું 1,67,725 રૂપિયા, બે લોકો સાથે મુસાફરી કરતા હોય તો વ્યક્તિ દીઠ ભાડું 1,47,250 રૂપિયા છે અને ત્રણ લોકો સાથેમુસાફરી કરતા હોય તો વ્યક્તિ દીઠ ભાડું 1,44,325 રૂપિયા છે. તેવી જ રીતે, થર્ડ એસીમાં એકલા મુસાફરી કરતા હોવ ભાડું 95,520 રૂપિયા છે. બે લોકો સાથે મુસાફરી કરતા હોય તો વ્યક્તિ દીઠ ભાડું 85,415 રૂપિયા છે. IRCTCનું આ ટૂર પેકેજ બુક કરવા માટે તમે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.








