મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં દહીં જલ્દી ખાટું થઈ જાય છે તો જાણો દહીં મેળવવાનો સમય અને ક્યારે ફ્રિજમાં રાખવું?

દહીં તમે કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો. પછી તે પુલાવ, ખીચડી, પરાઠા, ઉપમા કે અન્ય કોઈ પ

ઉનાળામાં દહીં જલ્દી ખાટું થઈ જાય છે તો જાણો દહીં મેળવવાનો સમય અને ક્યારે ફ્રિજમાં રાખવું?

દહીં તમે કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો. પછી તે પુલાવ, ખીચડી, પરાઠા, ઉપમા કે અન્ય કોઈ પણ વાનગી હોય. ઉપરાંત, આ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ઘણી ખાદ્ય વાનગીઓમાં પણ થાય છે. ઉદાહરણ તરીકે, તેનો ઉપયોગ ચિકન, માંસ, લસ્સી અને ડિપ માટે ગ્રેવી તરીકે થાય છે. જોકે, એક-બે દિવસ પછી દહીં ખાટું અને બેસ્વાદ બની જાય છે. જો તમે પણ આનો અનુભવ કર્યો હોય, તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે દહીંને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

દહીંને ખાટા થતા અટકાવવા માટેની ટિપ્સ

1. જ્યારે પણ તમે દહીં મેળવવાનું નક્કી કરો, ત્યારે તેના માટે હંમેશા તાજા અને પાશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરો. વાસી દૂધનો ઉપયોગ કરવાથી દહીં ઝડપથી ખાટું થઈ જાય છે.

2. દહીં તૈયાર કરવા માટે દૂધની સાથે તમે તેને કેવી રીતે તૈયાર કરી રહ્યાં છો તે પણ મહત્ત્વનું છે. તેથી, જો તમે તેને લાંબા સમય સુધ ફ્રેશ રાખવા ઈચ્છતા હોવ, તો દહીં મેળવવા માટે પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણોને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો. આમ કરવાથી દહીં જલ્દી સેટ થઈ જાય છે અને લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

3. દહીંને સેટ કરવાની પ્રક્રિયા માટે રૂમ ટેમ્પ્રેચર અથવા થોડી ગરમ જગ્યાએ રાખવું શ્રેષ્ઠ છે, પરંતુ એકવાર તે સેટ થઈ જાય પછી તેને બહાર ન રાખો. તેને તરત જ રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આમ કરવાથી દહીં ઝડપથી ખાટું નહીં થાય.

4. દહીં ઝડપથી ખાટું થઈ જાય છે તો તેનું એક મુખ્ય કારણ તેમાં બેક્ટેરિયા જમા થવા હોઈ શકે છે. તેથી, એકવાર તમે તેને મેળવી દો પછી વાંરવાર તેને ખોલવાનો પ્રયાસ ન કરો, કારણ કે જ્યારે પણ તમે તેને ખોલશો, ત્યારે તેમાં બેક્ટેરિયા વધશે.

5. તમે જોયું હશે કે દહીં સમયની સાથે પાણી છોડવા લાગે છે. આવી સ્થિતિમાં એક વખત દહીંનો ઉપયોગ કર્યા બાદ બાકીનું દહીં એક બાઉલમાં મલમલનું કપડું રાખીને તેમાં કાઢી લો અને પાણીને સારી રીતે નિચોવી લો. હવે તેને ફ્રિજમાં રાખો. આ રીતે તે વધુ દિવસો સુધી ફ્રેશ રહેશે.

6. દહીંની શેલ્ફ લાઇફ વધારવાનો બીજો રસ્તો એ છે કે તેને અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થથી અલગ રાખવું. આવું કરવાથી અન્ય ખાદ્ય પદાર્થોની સુગંધ તેમાં જશે નહીં, જેના કારણે દહીં ખાટું નહીં થાય.

આ સમાચાર શેર કરો