મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Janmashtami 2024 / જો તમે પણ જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો આ 5 બાબતો

જન્માષ્ટમી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં

Janmashtami 2024 / જો તમે પણ જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો આ 5 બાબતો

જન્માષ્ટમી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 26 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વીકએન્ડ પછી તરત જ તહેવાર આવતો હોવાથી ઘણા લોકોને બેથી ત્રણ દિવસની રજા મળી રહી છે જેમાં તેઓ ફરવા જઈ શકે છે. તહેવાર નિમિત્તે લોકો મંદિરો કે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે. જન્માષ્ટમીના અવસર પર લોકો શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને તેમના બાળપણના નિવાસસ્થાન ગોકુળ-વૃંદાવનની મુલાકાત લઈ શકે છે. અહીં તેમનો જન્મ થયો અને બાળપણ વિતાવ્યું હતું. બાળ ગોપાલ ખૂબ તોફાની હતા. ગોકુળ-વૃંદાવન તેમની બાળલિલાઓના સાક્ષી છે.

મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના પવિત્ર અવસર પર મથુરા અને વૃંદાવનની યાત્રાનો પોતાનો એક અલગ જ અનુભવ છે. આ પ્રવાસને સુખદ અને યાદગાર બનાવવા માટે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખો.

ભીડમાં સાવચેત રહો

જન્માષ્ટમી દરમિયાન મથુરા અને વૃંદાવનમાં ભારે ભીડ હોય છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે, જેના કારણે મંદિરો અને રસ્તાઓ ખીચોખીચ ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં, મુસાફરી કરતી વખતે સાવચેત રહો અને ભીડથી બચવા માટે અગાઉથી આયોજન કરો. જો શક્ય હોય તો, ભીડ ઓછી હોય ત્યારે દર્શન માટે વહેલી સવારનો અથવા મોડી રાતનો સમય પસંદ કરો.

અગાઉથી બુકિંગ કરો

જન્માષ્ટમીના અવસર પર, મથુરા અને વૃંદાવનમાં હોટલ અને ગેસ્ટ હાઉસમાં બુકિંગ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જાય છે. તેથી, તમારી મુસાફરીની તારીખ મુજબ અગાઉથી હોટલની વ્યવસ્થા કરો. જો તમે ટ્રેન કે બસમાં જઈ રહ્યા છો, તો સમયસર ટિકિટ બુક કરાવી લો, જેથી તમને મુસાફરી દરમિયાન કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

સલામતી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

ધ્યાનમાં રાખો કે જન્માષ્ટમી દરમિયાન, મોટી સંખ્યામાં લોકો મથુરા અને વૃંદાવન આવે છે, જેના કારણે કેટલીક જગ્યાએ સુરક્ષાનું જોખમ ઊભું થઈ શકે છે. તમારા સામાનની સલામતીનું ધ્યાન રાખો અને ભીડવાળી જગ્યાએ સાવધાન રહો. ઉપરાંત, તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. ગરમી અને ભેજથી બચવા માટે, પાણીની બોટલ, સનસ્ક્રીન અને હળવા કપડા સાથે રાખો.

સ્થાનિક રિવાજો અને નિયમોનું પાલન કરો

મથુરા અને વૃંદાવનમાં કેટલાક વિશેષ ધાર્મિક રિવાજો અને નિયમો છે. જેમ કે મંદિરોમાં પ્રસાદ તરીકે આપવામાં આવેલું ભોજન માનપૂર્વક સ્વીકારવું અને ભજન-કિર્તન વખતે શિસ્ત જાળવવી. આ રિવાજોનું પાલન કરો અને સ્થાનિક સંસ્કૃતિનો આદર કરો. આ સિવાય વહીવટીતંત્ર ભીડને વ્યવસ્થિત રાખવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડે છે, તેને પણ ધ્યાનમાં રાખો.

પર્યાવરણની સંભાળ રાખો

જન્માષ્ટમી દરમિયાન લાખો લોકો મથુરા અને વૃંદાવન આવે છે, જેનાથી ત્યાંના પર્યાવરણને પણ અસર થાય છે. પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ અને અન્ય કચરો અહીં-ત્યાં ન ફેકો. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો અને સ્વચ્છતા જાળવો. તમારી સાથે કાપડની થેલી અને ફરીથી વાપરી શકાય તેવી બોટલ રાખો.

આ સમાચાર શેર કરો