મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

IRCTCએ નવરાત્રિ માટે કરી છે ખાસ વ્યવસ્થા, હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માણી શકશો સાત્વિક ભોજનનો આનંદ

જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્યા છે અને કોઈ કારણસર તમારે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફર

IRCTCએ નવરાત્રિ માટે કરી છે ખાસ વ્યવસ્થા, હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માણી શકશો સાત્વિક ભોજનનો આનંદ

જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્યા છે અને કોઈ કારણસર તમારે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવી પડશે, તો તમારે તમારી સાથે ચિપ્સ, પુરી, શાક જેવી વસ્તુઓ પેક કરવાની જરૂર નથી, કારણ કે IRCTCએ ઉપવાસ કરનારાઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં લસણ અને ડુંગળી વગરનું ભોજન, ડ્રાય ફ્રૂટ્સ, ફળો, જ્યુસ, દૂધ, પીવાનું સ્વચ્છ પાણી અને જૈન થાળી પણ મળશે. મુસાફરો હવે આ વસ્તુઓ ટ્રેનમાં જ આરામથી ખાઈ શકશે.

આ વસ્તુઓ મળશે

નવરાત્રિ નિમિત્તે ઉપવાસ કરનારા મુસાફરો ઈ-કેટરિંગ સેવા દ્વારા શેકેલા મખાનાથી લઈને ડ્રાય ફ્રૂટ્સ અને લસ્સીનો ઓર્ડર આપી શકે છે. આ સિવાય ફ્રુટ ચાટનો વિકલ્પ પણ મળશે.

લસણ અને ડુંગળી વગરનું ભોજન

નવરાત્રિ દરમિયાન દરેક વીઆઈપી ટ્રેનમાં મુસાફરોને ઓછી કિંમતે જૈન થાળી પણ આપવામાં આવશે. જે લોકો નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણ નથી ખાતા તેમના માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે.

મુસાફરો ભોજનનો ઓર્ડર કેવી રીતે આપી શકે?

મુસાફરો ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા ફૂડ ઓર્ડર કરી શકે છે. પ્રવાસ દરમિયાન મુસાફરને ગમે તે શહેરમાં તેની સીટ પર ઓર્ડર કરેલી વસ્તુઓ મળી જશે. આ માટે પેસેન્જરે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આ વ્યવસ્થાથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા મુસાફરોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

કઈ ટ્રેનમાં મળશે આ સુવિધા?

આ સુવિધા નવરાત્રિ દરમિયાન ભારતીય રેલ્વેની લગભગ દરેક વીઆઈપી ટ્રેનમાં ઉપલબ્ધ હશે. જો તમે રાજધાની, વંદે ભારત, દુરંતો જેવી કોઈપણ પ્રીમિયમ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો ટિકિટ બુક કરાવતી વખતે તમે ફાસ્ટિંગ ફૂડના વિકલ્પ પર ટિક કરી શકો છો.

આ સમાચાર શેર કરો