મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

International Coffee Day / તમે પણ કોફી લવર છો, તો જરૂર એક્સપ્લોર કરો ભારતની આ 5 જગ્યાઓ

દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ (International Coffee Day) ઉજવવામાં આ

International Coffee Day / તમે પણ કોફી લવર છો, તો જરૂર એક્સપ્લોર કરો ભારતની આ 5 જગ્યાઓ

દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ (International Coffee Day) ઉજવવામાં આવે છે. ચા અને કોફી લવર્સ તેને પીવાની ના નથી પડી શકતા. એક કપ કોફી તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે. કેટલાક લોકોને કોફી પીવાની એવી આદત હોય છે કે તેઓ તેની સુગંધથી જ આકર્ષિત થઈ જાય છે. કેટલાક લોકો ફિલ્ટર કોફી પીવે છે જ્યારે કેટલાક લોકોને ઇન્સ્ટન્ટ કોફીનો સ્વાદ ભાવે છે. કોફી લવર્સ સમગ્ર વિશ્વમાં છે અને ભારતમાં, કોફી લવર્સ તેમનો દિવસ તેના વગર શરૂ નથી કરતા. ઘણા અહેવાલોથી જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં કોફી પીવાનો ક્રેઝ વધ્યો છે અને તેથી તેની માંગ વધી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં માત્ર થોડા વર્ષોમાં કોફીના ઉત્પાદનમાં 5થી 6 ટકાનો વધારો થયો છે.

ભારતમાં ઘણા સુંદર સ્થાનો છે જ્યાં કોફીના બગીચા છે. જો કે, મોટાભાગના બગીચા દક્ષિણ ભારતમાં છે. ઈન્ટરનેશનલ કોફી ડેના અવસર પર, અમે તમને કેટલાક કોફીના બગીચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે તમારા જીવનમાં એકવાર તો જરૂર એક્સપ્લોર કરવા જોઈએ.

કુર્ગ, કર્ણાટક

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ અદભૂત છે. તેમાંથી એક કુર્ગ પણ છે અહીં ચા અને કોફીના ઘણા બગીચા છે. લોકો અહીં કોફી બીન્સ અથવા ચાની પત્તી ખરીદવા આવે છે. જો કે, કુર્ગ એક હનીમૂન ડેસ્ટિનેશન પણ છે જ્યાં કપલ્સ કોફી અને ચાના બગીચાઓ વચ્ચે રોમેન્ટિક ફોટા પડાવે છે. અહીંની કોફીનો સ્વાદ પણ સારો છે. જો કે ભારતમાં કોફીના ઘણા બગીચા છે પરંતુ તેમાંથી મોટા ભાગના કુર્ગમાં છે.

ચિકમંગલૂર, કર્ણાટક

કર્ણાટકનું આ ટૂરિસ્ટ સ્પોટ માત્ર તેની પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં પરંતુ તેના કોફીના બગીચા માટે પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે બ્રિટિશ રાજ દરમિયાન અહીં પ્રથમ વખત કોફી ઉદ્યોગ શરૂ થયો હતો. અહીં ઘણા કોફીના બગીચા અને સરકારી દુકાનો છે. જો તમે કોફી લવર છો તો તમારે ચિકમંગલૂરની મુલાકાત ચોક્કસપણે લેવી જોઈએ. અહીં ગયા પછી તમને પાછા ફરવાનું મન નહીં થાય.

મુન્નાર, કેરળ

ચાના બગીચા માટે પ્રખ્યાત મુન્નાર દક્ષિણ ભારતનું સ્વર્ગ ગણાય છે. લીલાછમ પર્વતોથી ઘેરાયેલા આ સ્થાન પર વાદળોની ચાદર તેને વધુ સુંદર બનાવે છે. ચાના બગીચા અને કારખાનાઓ ઉપરાંત, તમને અહીં કોફી એસ્ટેટ પણ જોવા મળશે. કોફીના બગીચા ઘણા એકરમાં ફેલાયેલા છે. આ જગ્યાએ ઘણી સરકારી દુકાનો છે જ્યાંથી તમે કોફી બીન્સ ખરીદી શકો છો. કોફી અને ચાના બગીચાની પ્રાકૃતિક સુંદરતા તેને એક આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે.

વાયનાડ, કેરળ

કેરળના મોટાભાગના સ્થળો કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા છે અને વાયનાડ તેમાંથી એક છે. તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. હનીમૂન ડેસ્ટિનેશન માટે પ્રસિદ્ધ વાયનાડમાં કોફીના ઘણા બગીચા છે. તમે અહીં કોફીના બગીચાની વચ્ચે પરિવાર અથવા પાર્ટનર સાથે ફોટો પડાવી શકો છો. તમે અહીંથી કોફી બીન્સ પણ ખરીદી શકો છો.

અરકુ વેલી, આંધ્ર પ્રદેશ

અરકુ વેલી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. એવું કહેવાય છે કે અહીં પ્રથમ આદિવાસી કોફી ઉત્પાદકો છે જેમણે ઓર્ગેનિક કોફીનું ઉત્પાદન કર્યું હતું. અહીંના પૂર્વ ઘાટને ચિંતાપલ્લી, પડેરુ અને મારેડૂમિલી કોફી ઉત્પાદન વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે.

આ સમાચાર શેર કરો