નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ડાયટમાં જરૂર સામેલ કરો આ વસ્તુ, શરીરમાં નહીં થાય પાણીની ઉણપ
શારદીય નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. નવરાત્રિના પાવન પર્વને દેશભરમાં ખૂબ આસ્થા અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરમિયાન 9 દિવસ

શારદીય નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. નવરાત્રિના પાવન પર્વને દેશભરમાં ખૂબ આસ્થા અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ અને પૂજા-પાઠ કરતા હોય છે. ઉપવાસ રાખવો સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ ઉપવાસ દરમિયાન ભૂખ્યા ન રહેવું જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઇટ બેલેન્સ પર અસર થાય છે અને કમજોરી પણ આવી શકે છે. ત્યારે નવ દિવસ સુધી ઉપવાસ રાખતી વખતે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માટે યોગ્ય ડાયટ ફોલો કરવું જોઈએ. ત્યારે આ નવ દિવસના ઉપવાસ દરમિયાન હેલ્ધી આહારથી બોડીને ડિટોક્સ કરી શકાય છે.
જો તમે કોઈ બીમારીથી પીડિત છો તો ડૉક્ટરની સલાહ લઈને જ વ્રત કરવું જોઈએ. વ્રતની સૌથી ઉત્તમ રીત ફળાહાર છે. નિર્જલા વ્રત કરતાં પાણી સાથે ફળાહાર કરવું શ્રેષ્ઠ છે. કારણ કે તે શરીરને હાઇડ્રેટ તો રાખે જ છે પરંતુ તેની સાથે શરીરમાં એકઠા થયેલા ઝેરી પદાર્થને પણ બહાર કાઢે છે.
- ફળો વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે.
- લીંબુ પાણી પીવું. તે શરીરમાં એસિડ બેઝ બેલેન્સ જાળવી રાખે છે.
- ફળોની સાથે શાકભાજીનો રસ પણ લઈ શકાય છે.
- ફળ અને શાકભાજીની સ્મૂધીથી પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે.
- સ્મૂધીમાં મખાના, રાજગરો, ચિયા સીડ્સ અને અન્ય બીજ ઉમેરી શકાય છે.
- કાકડી, ગાજરનો સલાડ લેવો.
- સેકેલા મખાના, રાજગરો, મગફળી, બાફેલા શિંગોડાના સલાડનું સેવન કરવું.
- તળેલા પદાર્થના સ્થાન પર સ્ટીમ ફૂડનું સેવન કરવું.
- ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર અને ગાજરના વધુ પડતા ઉપયોગને ટાળવો જોઈએ.
- હંમેશા ફળ અને શાકભાજીનો રસ તાજો જ પીવો.




