મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ફિટ અને હેલ્ધી રહેવા રોજિંદા ડાયટમાં આ 4 બીજ સામેલ કરો, અગણિત છે ફાયદા

ઘણા પ્રકારના બીજ છે, જે ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા આહારમાં આનો સમાવેશ કરવાથી તમાર

ફિટ અને હેલ્ધી રહેવા રોજિંદા ડાયટમાં આ 4 બીજ સામેલ કરો, અગણિત છે ફાયદા

ઘણા પ્રકારના બીજ છે, જે ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા આહારમાં આનો સમાવેશ કરવાથી તમારા શરીરને અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો મળે છે. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

સ્વસ્થ અને ફિટ રહેવા માટે વ્યક્તિએ ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એવા ઘણા બીજ છે જે સુપરફૂડ તરીકે કામ કરે છે. તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઘણા નાના બીજ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે તમારી પસંદગી મુજબ આને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આજે અમે તમને એવા 4 બીજ  વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ પાવરફુલ છે અને શરીરને સુધારવામાં મદદ કરે છે.

સૂરજમુખીના બીજને બદામ અને સૂકા ફળો સાથે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ મળી આવે છે. તેની સાથે આ બીજમાં વિટામિન E પણ જોવા મળે છે, જે હૃદયની તંદુરસ્તી સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સૂર્યમુખીના બીજ ગર્ભવતી મહિલાઓને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે.

નાના બીજ અનેક પ્રકારના ગુણોનો ભંડાર છે. કાળા કે સફેદ તલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેના સેવનથી હાડકા મજબૂત થાય છે અને સોજો ઓછો થાય છે.

રાત્રે સૂતા પહેલા તકમરીયાના બીજને પાણીમાં પલાળી રાખો અને પછી ખાઓ. આમ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. બે ચમચી તકમરીયામાં 10 ગ્રામ ફાઈબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે. આ વજન ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે અળસી ખૂબ જ ફાયદાકારક છે. અળસીના બીજ દરેકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમાં ઓમેગા 3 મળી આવે છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ અને કોલેસ્ટ્રોલ માટે જરૂરી છે. દરરોજ બે ચમચી અળસીના બીજ ખાવાથી શરીરને 6 ગ્રામ ફાઇબર અને 4 ગ્રામ પ્રોટીન મળે છે. અળસીના બીજ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. રોજ સવારે-સાંજે અળસીના બીજ ઘણી સમસ્યાઓ છુટકારો આપી શકે છે.

આ સમાચાર શેર કરો