ઘર હોય કે ઓફિસનું કામ તેમાંથી માઇક્રો બ્રેક લેવાથી સારું રહે છે તમારું સ્વાસ્થ્ય, પ્રોડક્ટીવીટી વધારવામાં કરે છે મદદ
ઓફિસમાં કે ઘરમાં કામ કરતી વખતે મોટાભાગની મહિલાઓને એવો જ વિચાર આવે છે કે બધું કામ કરીને પછી જ બ્રેક લ

ઓફિસમાં કે ઘરમાં કામ કરતી વખતે મોટાભાગની મહિલાઓને એવો જ વિચાર આવે છે કે બધું કામ કરીને પછી જ બ્રેક લઈશું અને તેઓ કલાકો સુધી કામમાં વ્યસ્ત રહે છે. એટલું જ નહીં, તેઓને દરેક કામમાં પરફેક્શન લાવવા માટે વધુ મહેનત કરે છે. જેના કારણે થાક અને કંટાળો બંને વધે છે. તેમજ આ આદતને કારણે તેઓ ધીરે ધીરે અનેક પ્રકારના માનસિક અને શારીરિક રોગોનો શિકાર બને છે. આનાથી બચવાનો એક ખૂબ જ સરળ રસ્તો એ છે કે માઇક્રો બ્રેક લેવો અને આ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ છે. ચાલો આ વિશે જાણીએ.
માઇક્રો બ્રેક શું છે?
આરામ કરવા માટે તમારી વ્યસ્ત દિનચર્યા વચ્ચે થોડો સમય કાઢવો તેને માઇક્રો બ્રેક કહેવાય છે. આ વિરામ 5થી 10 મિનિટનો હોઈ શકે છે. આ નાનો બ્રેક તમને ફ્રેશ થવામાં અને એનર્જી રિચાર્જ કરવામાં મદદ કરે છે.
માઇક્રો બ્રેક દરમિયાન શું કરવું?
માઇન્ડફુલનેસ તણાવ દૂર કરે છે, તેથી તેના માટે કસરત કરો. થોડીવાર શ્વાસ લેવા પર ધ્યાન આપો. આંખો બંધ કરીને સુખાસન કરો. જો તમે ઈચ્છો તો ઓફિસમાં તમારી ખુરશી પર બેસીને પણ કરી શકો છો. માઇન્ડફુલનેસ આપણી લાગણીઓ તેમજ આપણી કુશળતાને અસર કરે છે. તેનાથી સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટવા લાગે છે.
થોડી શારીરિક પ્રવૃત્તિ કરો. રસોડામાં રસોઈ બનાવતી વખતે અથવા સાફ કરતી વખતે તમારા શરીરને થોડું સ્ટ્રેચ કરો. આ સ્નાયુઓને આરામ આપે છે. નિષ્ણાતો કહે છે કે કામ વચ્ચે 10 મિનિટનો માઇક્રો બ્રેક લેવાથી થાક નથી લાગતો. કંટાળાનો અનુભવ થતો નથી અને તેની સાથે કામ ઝડપથી પૂર્ણ કરી શકાય છે.
તમે પામિંગ પણ કરી શકે છે. માઇક્રો બ્રેક્સમાં પામિંગ કરવાથી ઘણી રાહત મળે છે. હથેળીઓને એકસાથે ઘસો, તે ગરમી ઉત્પન્ન કરે છે. પછી તેને થોડી સેકન્ડ માટે આંખો પર રાખો. હવે આ કરતી વખતે ધીમે ધીમે તમારી આંખો ખોલો.
થોડું પરિવર્તન પણ અસરકારક સાબિત થઈ શકે છે, ઉદાહરણ તરીકે, જો તમે ઘરના કામો કરી રહ્યા છો, તો વચ્ચે એક કપ ચા પીવા માટે લોનમાં બેસો. જો તમે ઓફિસમાં હોવ, તો તમારી સીટ છોડીને કેન્ટીનમાં જાઓ અથવા થોડીવાર માટે બહાર ફરો. આ નાની-નાની બાબતોથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.
માઇક્રો બ્રેકના ફાયદા
- ફોકસ વધે છે.
- શરીર ફિટ રહે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવો છો.
- શરીરની સાથે સાથે મન પણ સ્વસ્થ રહે છે.
- તણાવ દૂર થાય છે.
- સર્જનાત્મકતા અને ઉત્પાદકતા વધે છે.
- થાક દૂર થઈ જાય છે.








