આર્ટિફિશિયલ જ્વેલરી કાળી પડી ગઈ હોય, તો તેને ચમકાવવા માટે ઉપયોગી થશે આ વસ્તુઓ
આજકાલ ઘણી છોકરીઓ આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે, પરંતુ લાંબા સમય સુધી આર્ટિફિશિયલ જ્વે

આજકાલ ઘણી છોકરીઓ આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે, પરંતુ લાંબા સમય સુધી આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાથી તેનો રંગ કાળો પડી જાય છે. જ્વેલરી કાળી પડી જાય પછી તેને પહેરવાની ઈચ્છા નથી થતી અને તે દેખાવમાં પણ સારી નથી લાગતી. જો તમારી આર્ટિફિશિયલ જ્વેલરી કાળી પડી ગઈ છે અને તમે તેને ફરી ચમકાવવા માંગો છો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેની મદદથી તમે આર્ટિફિશિયલ જ્વેલરીને નવા જેવી બનાવી શકો છો.
બેકિંગ સોડા અને પાણી
આર્ટિફિશિયલ જ્વેલરીને નવા જેવી બનાવવા માટે તમે બેકિંગ સોડા અને પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક નાના બાઉલમાં બેકિંગ સોડા લઈને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે જૂના ટૂથબ્રશ અથવા સોફ્ટ કપડાની મદદથી આ પેસ્ટને જ્વેલરી પર હળવા હાથે ઘસો અને થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
વિનેગર
તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સમાન માત્રામાં વિનેગર અને પાણી લઈને તેનું મિશ્રણ તૈયાર કરો. આ પેસ્ટને જ્વેલરી પર લગાવીને 5થી 10 મિનિટ સુધી ઘસો. આ પછી તમે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પાણીથી ધોયા બાદ જ્વેલરીને સ્વચ્છ કપડાની મદદથી સાફ કરી લો.
ટૂથપેસ્ટ
આટલું જ નહીં તમે ટૂથપેસ્ટની મદદથી પણ કાળી પડી ગયેલી આર્ટિફિશિયલ જ્વેલરીને ચમકાવી શકો કચો. આ માટે જૂના ટૂથબ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને તેને જ્વેલરી પર હળવા હાથે ઘસો અને પછી થોડી વાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. એક સ્વચ્છ કપડું લો અને જ્વેલરી સાફ કરો.
ડીશવોશિંગ લિક્વિડ
તમે ડીશવોશિંગ લિક્વિડનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક સોફ્ટ કપડા પર થોડું ડીશવોશિંગ લિક્વિડ લો અને પછી તેને જ્વેલરી પર હળવા હાથે ઘસો. આમ કરવાથી જ્વેલરીની કાળાશ દૂર થઈ જશે અને તે નવા જેવી થઈ જશે.
આ બાબતો ધ્યાનમાં રાખો
આર્ટિફિશિયલ જ્વેલરી સાફ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા જેમ સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો, સ્ટ્રોંગ કેમિકલનો ઉપયોગ ટાળો, નરમ કાપડનો ઉપયોગ કરો અને જ્વેલરીને વધુ સમય માટે ન ઘસો. આ બધી ટિપ્સની મદદથી તમે આર્ટિફિશિયલ જ્વેલરીની કાળાશને દૂર કરી શકો છો અને તેને નવી બનાવી શકો છો.








