ઘરે જ તૈયાર કરી લો બજાર જેવી સ્વાદિષ્ટ શેઝવાન ચટણી, આ રહી તેની સરળ રેસીપી
મોટાભાગના લોકોએ શેઝવાન ચટણીનો સ્વાદ ચાખ્યો જ હશે. તમે પણ ઘરે અમુક વાનગી બનાવવામાં ઉપયોગ કરતા હશો. આ મતે તમે તેને બજારમા

મોટાભાગના લોકોએ શેઝવાન ચટણીનો સ્વાદ ચાખ્યો જ હશે. તમે પણ ઘરે અમુક વાનગી બનાવવામાં ઉપયોગ કરતા હશો. આ મતે તમે તેને બજારમાંથી ખરીદો છો. પરંતુ આજે અમે તમને ઘરે જ સરળ રીતે શેઝવાન ચટણી બનાવવાની રીત જણાવીશું. જેથી તમારે બજારની ચટણી ખરીદવાની જરૂર ન પડે. ઘરે બનાવેલી આ ચટણીનો સ્વાદ બજારની ચટણી જેવી જ હશે. ઉપરાંત, તમે તેને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરીને 1-2 મહિના માટે ઉપયોગ કરી શકો છો. તમે તમારી પસંદગી અને સ્વાદ પ્રમાણે ચટણીને તીખી અથવા મીઠી બનાવી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ શેઝવાન ચટણીની રેસીપી.
સામગ્રી
- 2-3 – કાશ્મીરી લાલ મરચા (સૂકા)
- 2-3 – ટમેટા
- 1/2 – ઇંચ આદુ (છીણેલું)
- 4-5 – લસણની કળી (બારીક સમારેલી)
- 1/4 ચમચી – કાળા મરીનો પાવડર
- 1/2 ચમચી – ધાણા પાવડર
- 2 ચમચી – તેલ
- 1 ટીસ્પૂન – વિનેગર
- 1 ચમચી – ખાંડ અથવા ગોળ
- 1 ચમચી – સોયા સોસ
- જરૂર મુજબ પાણી
- સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત
શેઝવાન ચટણી બનાવતા પહેલા સૂકા લાલ મરચાને નવશેકા પાણીમાં 10-15 મિનિટ પલાળી રાખો. આનાથી મરચા નરમ થઈ જશે અને તેની પેસ્ટ બનાવવી સરળ બની જશે.
- હવે ટમેટાને ધોઈને નાના ટુકડા કરી મિક્સર જારમાં નાખો.
- ત્યાબાદ તેમાં આદુ અને લસણ નાખીને સ્મૂધ પેસ્ટ બનાવો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
- જીરું તતડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
- પછી ટમેટા પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર અને ધાણા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
- મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી ફ્રાય કરો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- હવે પલાળેલા લાલ મરચાને પાણીમાંથી કાઢી તેની પેસ્ટ બનાવી લો.
- હવે ત્મેતાની પેસ્ટમાં મરચાની પેસ્ટ, વિનેગર, ખાંડ અને સોયા સોસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- જો જરૂરી હોય તો થોડું પાણી ઉમેરો.
- ચટણીને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- ચટણીને સંપૂર્ણપણે ઠંડી થવા દો.
- ચટણીને મિક્સર જારમાં નાખી સ્મૂધ પેસ્ટ બનાવો.
- તૈયાર છે તમારી શેઝવાન ચટણી.
ચટણીનો ઉપયોગ
શેઝવાન ચટણીનો ઉપયોગ નૂડલ્સ, ફ્રાઈડ રાઇસ, મોમોસ, સ્પ્રિંગ રોલ્સ, સમોસા, પકોડા અને ચાટ સાથે કરી શકાય છે. તમે તેનો ઉપયોગ સેન્ડવીચ અને બર્ગરમાં પણ કરી શકો છો.
ટિપ્સ
- તમે તમારી પસંદગી મુજબ ચટણીને વધુ કે ઓછી તીખી બનાવી શકો છો.
- તમે ચટણીમાં થોડી કોથમરી પણ ઉમેરી શકો છો.
- ચટણીને રેફ્રિજરેટરમાં રાખી 1-2 મહિના સુધી વાપરી શકાય છે.








